________________
કયા જીવોને કયું સંસ્થાન હોય છે ? દેવો અને યુગલિક મનુષ્યોને એક સમચતુરસસંસ્થાન હોય છે.
નારકી, પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય અને અસંજ્ઞીપંચેન્દ્રિયને એક હુંડસંસ્થાન હોય છે.
સંજ્ઞી મનુષ્ય અને સંજ્ઞી તિર્યંચને છ સંસ્થાનમાંથી ગમે તે હોય છે. ૬૧ થી ૯૪. અશુભ વર્ણ ચતુષ્ક : જે કર્મના ઉદયથી શરીરમાં અશુભવર્ણ,
અશુભગંધ, અશુભરસ અને અશુભ સ્પર્શની પ્રાપ્તિ થાય તે અશુભવર્ણ
ચતુષ્ક. ઉપ. અશુભ વિહાયોગતિ : જે કર્મના ઉદયથી જીવની ચાલ ઊંટ, ગધેડા
આદિ જેવી અશુભ હોય, તે અશુભ વિહાયોગતિ. ક૬. ઉપઘાતનામ : જે કર્મના ઉદયથી જીવ પોતે પોતાના જ અવયવો
જેવાકે – પડજીભ, ચોરદાંત, રસોળી વગેરેથી દુઃખી થાય તે ઉપઘાત નામ. સ્થાવરનામ : જે સ્થિર રહે અર્થાત્ ગરમી વગેરે તાપનો પરિવાર
કરવા માટે ગમનાગમન ક્રિયામાં જે અસમર્થ તે સ્થાવર. ૧૮. સૂક્ષ્મનામ : જે કર્મના ઉદયથી જીવ સૂક્ષ્મ પરિણામી અર્થાત્ ચર્મચક્ષુથી
અગ્રાહ્ય બને તે સૂક્ષ્મ નામ. ૧૯. અપર્યાપ્ત નામ : જે કર્મના ઉદયથી જીવ સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ
કરવામાં અસમર્થ હોય તે અપર્યાપ્ત નામ. ૭૦. સાધારણ નામ : જે કર્મના ઉદયથી અનંતજીવોનું એક જ શરીર હોય
તે સાધારણ નામ. ૭૧. અસ્થિર નામ : જે કર્મના ઉદયથી કર્ણ, જીભ, ભ્રમર આદિ અવયવો
ચપલ હોય તે અસ્થિર નામ. ૭૨. અશુભ નામ : જે કર્મના ઉદયથી નાભિથી નીચેનાં અવયવો અશુભ
હોય તે. અશુભનામ. ૭૩. દૌર્ભાગ્યનામ : જે કર્મના ઉદયથી ઉપકાર કરે તો પણ અપ્રિય બને તે દૌર્ભાગ્યનામ.
જેનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ
૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org