________________
૪૬. નરકાનુપૂર્વી : જે કર્મ જીવને વક્રગતિથી નારકયોગ્ય ઉત્પત્તિ સ્થાનમાં
લઈ જાય તે નરકાનુપૂર્વી. ૪૭. એકેન્દ્રિયજાતિ : જે કર્મના ઉદયથી જીવને ફક્ત એક જ ઇન્દ્રિય યા ને
સ્પર્શનેન્દ્રિય પ્રાપ્ત થાય તેવા જીવોનો સમૂહ તે એકેન્દ્રિયજાતિ. ૪૮. બેઇન્દ્રિયજાતિ : જે કર્મના ઉદયથી જીવને બે ઇન્દ્રિયો અર્થાત્ સ્પર્શન
અને રસનેન્દ્રિય પ્રાપ્ત થાય તેવા જીવોનો સમૂહ તે બેઇન્દ્રિયજાતિ. ૪૯. તે ઇન્દ્રિયજાતિ : જે કર્મના ઉદયથી જીવને ત્રણ ઇન્દ્રિયો સ્પર્શન, રસન
અને ધ્રાણેન્દ્રિય પ્રાપ્ત થાય તેવા જીવોનો સમૂહ તે તે ઇન્દ્રિયજાતિ. ૫૦. ચૌરેન્દ્રિય જાતિ : જે કર્મના ઉદયથી જીવને સ્પર્શન, રસન, પ્રાણ તથા
ચક્ષુ આ ચાર ઇન્દ્રિયો પ્રાપ્ત થાય તેવા જીવોનો સમૂહ તે
ચઉરિન્દ્રિયજાતિ. ૫૧. ઋષભનારાચ સંહનન : બે હાડકાને મજબૂત જોડાણ થયેલું હોય અને
તેની ઉપર પાટાની જેમ ત્રીજું હાડકું વીંટળાયેલું હોય તેવી અસ્થિ
રચના હોય તેને ઋષભ નારાજ સંહનન કહેવાય. પર. નારાચ સંહનન : જેમાં બંને તરફ હાડકાને મજબૂત જોડાણ હોય તેવી
અસ્થિ સંરચના તે નારાચ સંહનન. . ૫૩. અર્ધનારા સંહનન : જે રચનામાં હાડકાના જોડાણમાં એક તરફ મર્કટ
બંધ હોય અને બીજી બાજુ ખીલી હોય તે અર્ધનારાચસંહનન. ૫૪. કીલિકા સંહનન : જેમાં હાડકાનું જોડાણ માત્ર ખીલીથી જ થયેલું હોય
તેવી અસ્થિરચના તે કીલિકાસંહનન. પપ. સેવાર્ત સંવનન : જેમાં બે હાડકાઓની સંધિ માત્ર સ્પર્શ સંબંધથી
જોડાયેલી હોય તે સેવાર્ત સંહનન. કયા જીવોને કયું સંહનન હોય છે ?
સંજ્ઞી પંચેન્દ્રિય યાને ગર્ભજમનુષ્ય અને ગર્ભજતિર્યંચને છ સંહનનું હોય છે. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયને એક સેવાર્ત સંવનન હોય છે. દેવ અને નારકને સંહનન હોતાં નથી.
જેનદર્શનમાં ત્ત્વનું સ્વરૂપ
૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org