SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. શાતાવેદનીય : સુખાનુભૂતિ. જે સુખકારક સંવેદન તે શાતાવેદનીય આવું સુખસંવેદન મનુષ્યભવમાં અલ્પાંશે અને દેવભવમાં અધિકાંશે હોય છે. ૨. 3. ૪. ૫. 6 ૮. ૬. દેવાનુપૂર્વી : વિગ્રહગતિ (ભવાંતર)થી જીવને જે કર્મ પોતાના દેવયોગ્ય ઉત્પત્તિ સ્થાનમાં લઈ જાય તે દેવાનુપૂર્વીનામ. મનુષ્યગતિ : જે કર્મના ઉદયથી આત્મા મનુષ્ય પર્યાયને પ્રાપ્ત કરે તે મનુષ્યગતિ નામ. ૯. દેવાયુષ્ય : જે કર્મના ઉદયથી જીવ દેવરૂપમાં જીવન ધારણ કરે તે દેવાયુષ્ય. મનુષ્યાયુષ્ય : જે કર્મના ઉદયથી જીવ મનુષ્યરૂપમાં જીવન વ્યતીત કરે તે મનુષ્યાયુષ્ય. ૧૧. તિર્યંચાયુષ્ય : જે કર્મના ઉદયથી જીવ તિર્યંચના અવતારને ધારણ કરે તે તિર્યંચાયુષ્ય. દેવગતિ : જે કર્મના ઉદયથી આત્મા દેવપર્યાયને પ્રાપ્ત કરે તે દેવગતિ નામ. મનુષ્યાનુપૂર્વી વિગ્રહગતિથી જીવને જે કર્મ મનુષ્યયોગ્ય પોતાના ઉત્પત્તિસ્થાને લઈ જાય તે મનુષ્યાનુપૂર્વીનામ. પંચેન્દ્રિયજાતિ : જે કર્મના ઉદયથી જીવને સ્પર્શન, રસન, ઘ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર એ પાંચ ઇન્દ્રિય પ્રાપ્ત થાય તેવા જીવોનો સમૂહ તે પંચેન્દ્રિયજાતિ, શરીર જે શીર્ણ યાને ક્ષણક્ષણમાં ક્ષીણ થવાનો જેનો સ્વભાવ છે તે શરીર. તેનાં પાંચ પ્રકાર છે. ૧૦. ઔદારિક શરી૨ : જે ઉદાર અર્થાત્ સ્થૂલ પુદ્ગલોથી બનેલું હોય, જેમાં અસ્થિ, માંસ, રક્ત વગેરે સપ્તધાતુઓ હોય તેમજ જે સડન-પડન વિધ્વંસન સ્વભાવવાળુ હોય તે ઔદારિક શરીર. સામાન્યથી મનુષ્ય અને તિર્યંચને આ શરીર હોય છે. = વૈક્રિય શરીર : જેના દ્વારા એકરૂપ, અનેકરૂપ, નાનું-મોટું દૃશ્ય, અદૃશ્ય આદિ વિવિધ ક્રિયાઓ કરી શકાય તથા મર્યા પછી જે Jain Education International જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ ૭૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy