SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ પુદ્ગલાસ્તિકાયના છ પ્રકાર આ પ્રમાણે છે (૧) સૂક્ષ્મ - ઇન્દ્રિયોથી અગોચર સ્કંધ, કર્મવર્ગણા, ભાષાવર્ગણા. (૨) સૂક્ષ્મસૂક્ષ્મ - અત્યંત સૂક્ષ્મ, અવિભાજ્ય અંશ, પરમાણુ (૩) સૂક્ષ્મબાદર જે જોઈ શકાય નહિ પરંતુ બાકીના ચાર ઇન્દ્રિયગમ્ય છે તે રસ, ગંધ, વાયુ વગેરે (૪) બાદર સૂક્ષ્મ તડકો, ધુમ્મસ, પ્રકાશ વગેરે જે જોઈ શકાય પણ ગ્રહણ ન કરી શકાય તે (૫) બાદર જે અલગ થઈ ફરી જોડાઈ શકે તે પ્રવાહી પદાર્થ, તેલ, પાણી, દૂધ વગેરે - (૬) બાદરબાદર જે કંધના ટુકડા થયા પછી ફરી મળે કે જોડાય નહિ તે પત્થર, લાકડી, માટી, કાચ વગેરે. || અજીવતત્ત્વપૂર્ણ | પુણ્યતત્ત્વ પૂર્વકાલમાં જીવ દ્વારા માનસિક, વાચિક અને કાયિક શુભ પ્રવૃત્તિઓ દ્વારા જે શુભ કર્મનો બંધ થાય છે, તે શુભકર્મનું જે ફળ તે પુણ્ય છે. સત્કર્મોને પુણ્ય કહેવાય છે. તે સત્કર્મો જેવાં કે નિરાધારને આશ્રય આપવો, ભૂખ્યાને ભોજન આપવું, બીજાના હિત સુખને વિચારવું, દીન દુ:ખીને યથોચિત વસ્તુઓનું દાન આપવું, ધાર્મિક પ્રવૃત્તિઓ, ધર્મક્રિયા તેમજ અનુષ્ઠાન વગેરે કરવાં, પીડિતોના દુ:ખમાં સહભાગી થઈ તેમને સહાય કરવી વગેરે પુણ્યબંધરૂપ કાર્યો છે. Jain Education International - ---- પુણ્યતત્ત્વમાં, ઉદયમાં આવેલી શુભ પ્રકૃતિઓના ફલસ્વરૂપ પ્રાપ્ત થતી શુભ સામગ્રીઓનું વર્ણન છે. શુભયોગથી ઉત્પન્ન થતાં પુણ્યનું ફળ જીવ ૪૨ પ્રકારે ભોગવે છે તે આ પ્રમાણે છે વેદનીયકર્મની એક પ્રકૃતિ શાતાવેદનીય તે પુણ્ય પ્રકૃતિ છે. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૭૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy