________________
સ્પર્શ = સ્પર્શ આઠ પ્રકારના – કર્કશસ્પર્શ, મૃદુસ્પર્શ, ગુરુસ્પર્શ, લઘુસ્પર્શ,
રુક્ષસ્પર્શ, સ્નિગ્ધસ્પર્શ, ઉષ્ણસ્પર્શ અને શીતસ્પર્શ. આ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પૌલિક છે. પુદ્ગલાસ્તિકાયના દ્રવ્ય અનંત છે, ચૌદ રાજલોકવ્યાપ્ત, અનાદિ
અનંત, અને મૂર્ત અર્થાત્ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ યુક્ત છે. કાળદ્રવ્ય : “જ્યતે નેન તિ શ્રાત:” | જેના દ્વારા પરિસ્થિતિનું કલન = જ્ઞાન થાય છે તે કાલ કહેવાય છે. કાલ નામનું કોઈ વાસ્તવિક દ્રવ્ય નથી પરંતુ તે અનુમેય છે.
अनागतस्यानुत्पत्तेः; उत्पन्नस्य च नाशतः ।
प्रदेशप्रचयाभावात् काले नैवास्तिकायता ।। ભવિષ્યકાળ હજુ ઉત્પન્ન થયો નથી, ભૂતકાળ નષ્ટ થઈ ચૂક્યો છે અને કાળ તે વર્તમાન સમયરૂપ છે. સમયનો વિભાગ થઈ શકતો નથી તેથી કાળ અપ્રદેશ છે. પ્રદેશનો સમૂહ ન હોવાથી કાળને અસ્તિકાય પણ કહેવાતો નથી. જેનાથી કાળને જાણી શકાય છે તેવાં કાર્યો દ્વારા પણ કારણરૂપ કાળને ઓળખાવતા તત્ત્વાર્થસૂત્રમાં કાળનું લક્ષણ - કાળના ઉપકારો બતાવ્યા છે કે – વર્તના પરિણામ: ક્રિયાપરવાપરત્વે વેનિસ્ય ' (અધ્યાય - ૫, સૂત્ર - ૨૨)
વર્તના - સત્તા. કોઈપણ સમયમાં કોઈપણ સ્વરૂપે દ્રવ્યનું ટકી રહેવું તે વના. પરિણામ - પરિવર્તન. અર્થાત્ નવ્ય, પુરાણાદિ અવસ્થાઓનું પલટાવું. ક્રિયા - ચેષ્ટા, ગતિ.
પરવાપરત્વ - પૂર્વ અને પાશ્ચાત્ય તેમજ યેષ્ઠ અને કનિષ્ઠ એ પ્રકારનો જે વ્યવહાર થાય છે તે પરવાપરત્વ છે.
આમ કાલની ઉપયોગિતા સ્વયં સિદ્ધ થાય છે. ગતિ, સ્થિતિ, ક્રિયા વગેરે જેના આધારે નિર્ધારિત થાય છે તે કાળ દ્રવ્ય છે. કોઈ પણ કાર્ય કાળની સહાયતા વિના અસંભવ છે. એવા અનાદિ-અનંત, અમૂર્ત કાળના વ્યાવહારિક વિભાગો નીચે પ્રમાણે છે –
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org