________________
ચાલુ જ રહે, પરંતુ ગતિના વિરોધાભાસી સ્થિર સ્વભાવવાળું અધર્માસ્તિકાય પદાર્થોને સ્થિરતામાં સહયોગ કરે છે. જેમ ઉડતા પક્ષીને બેસવા માટે વૃક્ષ, પર્વતનું શિખર કે ભૂમિ સહાયક થાય છે તેમ સ્થિતિ ક્રિયા પરિણત જીવપુગલમાં સ્થિત્વનો સ્વાભાવિક ગુણ-શક્તિ છે પરંતુ જીવ અને પુલને સ્થિર થવામાં અધર્માસ્તિકાય ઉદાસીનભાવથી પોતાના સ્વભાવ અનુસાર સહાયક બને છે. અધર્માસ્તિકાય એક અખંડ દ્રવ્ય, સંપૂર્ણ લોક વ્યાપ્ત, અનાદિ - અનન્ત, અસંખ્યાત પ્રદેશ અને અમૂર્ત છે. આકાશાસ્તિકાય ?
જગતમાં રહેલાં બધા દ્રવ્યોને આધારની અપેક્ષા હોય છે. જેમ વૃક્ષ, મકાન વગેરે પૃથ્વીના આધારે રહેલા છે તેમ જીવ અને પુદ્ગલોને આધાર અને અવકાશ આપે તે આકાશ “વાદિનક્ષi વિશ:” અવગાહ = જગ્યા આપવાની ક્ષમતા.
આકાશ બે પ્રકારનું - લોકાકાશ અને અલોકાકાશ. જે આકાશખંડમાં ધર્મ, અધર્મ, પુદ્ગલ, કાળ અને જીવ આ પાંચદ્રવ્યો છે તે લોકાકાશ. તેનાથી વિપરીત અર્થાત્ જે આકાશખંડમાં આ પાંચ દ્રવ્યો નથી તે અલોકાકાશ. આકાશાસ્તિકાય તે એક અખંડ દ્રવ્ય, સર્વત્ર = લોકાલોકવ્યાપ્ત, અનાદિ-અનંત અમૂર્ત અને જગ્યા આપવાના સ્વભાવવાળું છે. પુલાસ્તિકાય ?
વૃદ્ + અન્તુ આ બે ધાતુમાંથી પુગલ શબ્દની સિદ્ધિ થાય છે. પૃદ્ = ભરાઈ જવું, અન્ન = ઓગળી જવું તેથી પુદ્ગલો પૂરણ, ગલન સ્વભાવવાળા કહ્યાં છે. જેમાં પૂરણ = એકી ભાવ અને ગલન = પૃથભાવ હોય તે પુદ્ગલ. “પૂરન્તિ નત્તિ ૨ પુના.” !
દશ્યમાન સંપૂર્ણ જગત પુદ્ગલમય છે. જીવની જેટલી પણ પ્રવૃત્તિઓ હોય છે તે પુદ્ગલની સહાયતાથી જ થાય છે. પુદ્ગલદ્રવ્ય મૂર્તિ છે તેથી તત્ત્વાર્થસૂત્ર અનુસાર તેની પરિભાષા છે કે “અરસાન્ધવર્ણવત્ત. પુત્તિ: | (અધ્યાય - ૫, સૂ. ૨૩) અર્થાત્ જેમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ હોય છે તે પગલાસ્તિકાય કહેવાય.
નવતત્વ પ્રકરણ બાલાવબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org