________________
મિશ્રગુણસ્થાનકમાં હોય છે. આવી ચિત્તવૃત્તિ અંતર્મુહુર્ત સુધીના અલ્પસમયની જ હોય છે. ૪. સદષ્ટિ અવિરત ગુણસ્થાનક
સમ્યગુદર્શન પ્રાપ્ત થતાં જીવની શ્રદ્ધા શુદ્ધ બને, તત્ત્વની રુચિ પ્રગટે, તત્ત્વના સાચા સ્વરૂપને જાણી શકે. આના કારણે જીવના મનોજગતમાં કષાયનું ગાઢ દ્વન્દ્ર જામતું નથી. અને કદાચ કોઈ કારણસર કષાયને વશ બને તો પણ ચિત્તની વિષમ સ્થિતિ સમ બની જાય છે અર્થાત્ વિવેક જાગ્રત થાય છે.
કેટલીકવાર જીવ સાચું સમજવા કે જાણવા છતાં તેને આચરણમાં મૂકી શકતો નથી. વિચારોને આચારરૂપ મૂર્ત કરી શકતો નથી તે તેની દુર્બળતા છે. આ દુર્બળતાનું કારણ ચારિત્રમોહનો ઉદય છે. આવું સાચું સમજવા છતાં આચરણમાં અસમર્થ ચિત્તવૃત્તિને જૈનદર્શનમાં અવિરતસમ્યગુદૃષ્ટિ ગુણસ્થાન કહે છે. ૫. દેશવિરતિ ગુણસ્થાનક :
આ સ્થાનમાં જીવની ચિત્તવૃત્તિ સત્યપાલન કરવા તત્પર બને છે પરંતુ જીવ પૂર્ણરૂપથી પાપ ઉત્પન્ન કરનારી ક્રિયાઓનો ત્યાગ કરી શકતો નથી પણ આંશિક રીતે આચરણનો પ્રારંભ થઈ જાય છે. આવા પ્રકારની ચિત્તવૃત્તિને જૈનદર્શનમાં વિરતાવિરત અથવા દેશવિરતિ ગુણસ્થાનક કહે છે. ૬-૭. પ્રમત્તસંયત અને અપ્રમત્તસંવત ગુણસ્થાનક :
સત્ય પ્રત્યેની શ્રદ્ધાની પ્રબળતાના કારણે સાધક સંપૂર્ણ સાવધનો ત્યાગ કરે છે પૂર્ણરૂપે ચારિત્રની આરાધના કરે છે છતાં તેનું આચરણ પૂર્ણ શુદ્ધ કહેવાતું નથી કારણ કે અહીં મદ, વિષય, કષાય, નિંદા અને વિકથા રૂપ પ્રમાદની સત્તા રહેલી છે તેથી છઠ્ઠા ગુણસ્થાનને પ્રમત્તસંયતનું સ્થાન કહેવામાં આવે છે. અને આત્મવીર્ય સ્કુરાયમાન થતાં સાધક પ્રમાદરહિત બની આત્મસાધનામાં લીન બને છે ત્યારે અપ્રમત્ત સંયત કહેવાય છે. આમ સંયમ સાધનામાં પ્રમત્ત અને અપ્રમત્તદશાનું વન્દ્ર ચાલુ રહે છે. ઉતાર-ચઢાવ રૂપ બંને ગુણસ્થાનોની પરિવર્તના વારંવાર થતી રહે છે. જેવી રીતે દીપકની જ્યોત પવનથી ચંચળ બને છે, તેવી રીતે સંજ્વલનકષાયના ઉદયથી ચિત્તવૃત્તિમાં પણ
જેનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org