SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ આયુષ્ય બાંધી શકાતું નથી અને પરભવનું આયુષ્ય બંધાયા પછી જ મરણ થઈ શકે છે. તેથી લબ્ધિ અપર્યાપ્ત જીવ પ્રથમની ત્રણ પર્યાપ્તિ (આહાર, શરીર, ઇન્દ્રિય) પૂર્ણ કરે છે, પરંતુ ચોથી પર્યાપ્તિ (શ્વાસોચ્છવાસ) પૂરી કરી શકતો નથી માટે તે જીવ લબ્ધિઅપર્યાપ્ત કહેવાય છે. કરણ અપર્યાપ્ત ઃ જે જીવ પર્યાપ્ત થવાનો છે પરંતુ જ્યાં સુધી સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી કરણ અપર્યાપ્ત કહેવાય. પર્યાપ્ત જીવોના બે પ્રકાર – લબ્ધિપર્યાપ્ત અને કરણપર્યાપ્ત. લબ્ધિ પર્યાપ્ત : જે જીવો સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરીને મરણ પામે તે લબ્ધિ પર્યાપ્ત. કરણ પર્યાપ્ત જે જીવોએ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરી લીધી હોય તે કરણપર્યાપ્ત. આ છ પર્યાપ્તિમાંથી એકેન્દ્રિયજીવોને પ્રથમ ચાર પર્યાપ્તિ હોય છે. | વિકલેન્દ્રિય, અસંજ્ઞીતિર્યંચ અને અસંજ્ઞીમનુષ્યને પાંચ પર્યાપ્તિ હોય છે. સંજ્ઞીતિર્યંચ, સંજ્ઞી મનુષ્ય, દેવ અને નારકીને છ પર્યાપ્તિ હોય છે. અન્ય રીતે પણ જીવના ચૌદભેદ ગણાવતાં બાલાવબોધકાર ચૌદ ગુણસ્થાનક દ્વારા જીવનું વિસ્તૃત વર્ણન કરે છે. ગુણસ્થાનક પ્રમાણે જીવના ચૌદ ભેદ આત્મશક્તિના વિકાસની ક્રમિક અવસ્થા તે ગુણસ્થાન. આત્માનું વાસ્તવિક સ્વરૂપ શુદ્ધચેતના છે. તે મિથ્યાત્વ આદિ પરિણામોથી ઢંકાયેલું છે, તે અશુભ પરિણામોની તીવ્રતા મંદ થતાં ધીરે ધીરે આવિર્ભાવ થતી આત્મશક્તિના અલ્પતમ વિકાસથી માંડી પૂર્ણ વિકાસ સુધીની અવસ્થા તે ગુણસ્થાનક. ૧. મિથ્યાત્વ ગુણસ્થાનક : આત્માની આ બહિર્મુખી અવસ્થા છે. બહિર્મુખ એટલે અનાત્મિક બાબતોમાં રાચવું તે. જેના કારણે જીવ કષાયોની ઉદીરણા કરતો હોય, જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ ૫૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy