________________
૧૬. ધર્મ સંજ્ઞા : મોહનીયકર્મના ક્ષયોપશમથી ક્ષમા, કોમળતા, સરળતા, આદિ પરિણામ જેના દ્વારા જણાય તે ધર્મસંજ્ઞા.
ઉપરોક્ત સોળ સંજ્ઞામાંથી પ્રથમ દસ સંજ્ઞા ત્રસ અને સ્થાવર બંને પ્રકારના જીવોને હોય છે. બાકીની છ સંજ્ઞા ત્રસ જીવોને જ હોય છે. પ્રથમ દસ સંજ્ઞાઓ સ્થાવર જીવોમાં કઈ રીતે હોય તે વનસ્પતિની આહાર, વિકાસ, સંકોચન વગેરે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સિદ્ધ થાય છે. આંબલી, કમળ વગેરે કેટલીક વનસ્પતિઓમાં નિદ્રા તથા જાગ્રત અવસ્થા દેખાય છે, તો કેટલીક વનસ્પતિઓ મેઘના ગર્જારવથી કે શીતળ મંદ વાયુથી હર્ષિત થાય છે ખીલે છે. તથા તિલક વગેરે વૃક્ષો નવયૌવનાના સંસ્પર્શથી મૈથુનવિષયક સુખાશિકાના આભાસ રૂપે પલ્લવિત થાય છે વગેરે બાબતોને બાલાવબોધકારે આ પ્રમાણે રજૂ કરી છે.
સ્વવાળ નતાહારો = વૃક્ષો પાણી દ્વારા પોષણ મેળવે છે તે દ્વારા વનસ્પતિમાં આહાર સંજ્ઞાની સિદ્ધિ થાય છે.
સંગેનિઝ માં સંપટ્ટ્ =2 લજામણીના છોડને સ્પર્શ કરતાં તે સંકોચાય છે તેથી તેમાં ભય સંજ્ઞા જોવા મળે છે.
नियतंतुएहिं वेढड़ वल्ली रुक्खे परिग्गहे य =3 વેલડીઓ પોતાના તંતુ=તાંતણાઓથી વૃક્ષને વીંટળાય છે તે પરિગ્રહસંજ્ઞાનો વિકાર જણાય છે. इत्थिपरिरंभणेणं कुरुबगतरुणो फलन्ति मेहुणे =4 પદ્મિનીસ્ત્રીના પાદપ્રહારથી અશોકવૃક્ષ, બકુલવૃક્ષ નવપલ્લવિત થાય છે તત્કાળ ફળ આપે છે. તે મૈથુનસંજ્ઞાનો વિકાર જણાય છે.
તન્નોનઇસ્સવોદુંગરે મુઝફોઢેળ = રક્તકમળનો કંદ પગ અડાડવાથી હુંકાર કરે છે તેથી ક્રોધ સંજ્ઞાની સિદ્ધિ થાય છે.
6
जुइ अंत રુદ્રવંતી નામની વનસ્પતિ અહંકારના કારણે રુદન કરે છે કે - ‘હું સુવર્ણસિદ્ધિ કરાવનાર છું છતાં લોકો દુ:ખી કેમ છે ?' छायड़ वल्ली फलाई मायाए = - વેલડીઓ પોતાના પાંદડાથી ફળને ઢાંકી દે છે તે દ્વારા માયા સંજ્ઞા અભિવ્યક્ત થાય છે.
Jain Education International
જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ
૫૩
For Private & Personal Use Only
www.jainelibrary.org