________________
लोभे बिल्ल-पलास खिवंति मूले निहाणुवरिं 8 શ્વેતાર્ક લોભને વશ થઈ નિધાનધન ઉપર પોતાનાં મૂળ ફેલાવે છે અર્થાત્ મૂળ વડે ધનને ઢાંકે છે તે લોભ સંજ્ઞા છે.
-
રચળી! સંોડ મનાનું સોળસન્ના! =‰સૂર્યથી કુમુદ (કમળો) સંકોચાય છે તે લોકસંજ્ઞાનું પ્રતિક છે.
ओघे चयंति मग्गं चडंति रुक्खेसु वल्लीओ 10 વેલાઓ પોતાનો માર્ગ છોડે છે અને વૃક્ષ ઉપર ચઢે છે તે ઓધ સંજ્ઞા જણાય છે.
આ પ્રમાણે એકેન્દ્રિય-સ્થાવર જીવોમાં અવ્યક્તરૂપમાં રહેલી સંજ્ઞાઓનો સદ્ભાવ જાણી શકાય છે.
પર્યાપ્તિનું સ્વરૂપ
કોઈપણ જીવ જે ભવમાં ઉત્પન્ન થાય છે તેમાં જીવનમાં કરવા યોગ્ય આવશ્યક કાર્યો માટે જે આહાર લેવો વગેરે ક્રિયાઓ માટે જે શક્તિ ઉત્પન્ન કરવી પડે છે તેનું નામ પર્યાપ્તિ. જીવ સૌ પ્રથમ આહાર સ્વીકારે છે તે આહારનો યોગ્ય પરિપાક થતાં શરીર બંધાય છે, શરીરનો વિકાસ થવાથી ઇંદ્રિયો વગેરેનો સ્પષ્ટ આકાર સર્જાય છે. જીવ યોનિમાં ઉત્પન્ન થાય ત્યારે પ્રથમ સમયે જે પુદ્ગલો ગ્રહણ કર્યા હોય તે અને સમયે સમયે ગ્રહણ કરાતા આહારદિ પુદ્ગલોને રસ, કૂચા રૂપે પરિણમાવવામાં તૈજસશરીર કારણરૂપ
છે.
આત્માની પુદ્ગલના સમૂહથી પ્રાપ્ત થયેલી શક્તિ તેનું નામ પર્યાપ્તિ. પર્યાપ્તિ: યિા રિસમાપ્તિરાત્મનઃ' । આત્મા અને પુદ્ગલનો સંબંધ થવાથી આહાર વગેરે પુદ્ગલોને સ્વીકા૨વાની અને તેના યોગ્ય પરિણામ આપવાની શક્તિ તેનું નામ પર્યાપ્તિ. જીવ પ્રતિસમયે પુદ્ગલો ગ્રહણ કરે છે તેમાંથી જે પુદ્ગલો શરીર, ઇન્દ્રિય વગેરે રૂપે પરિણમવાનું સામર્થ્ય ધરાવે તે પુદ્ગલોને તે તે રૂપે પરિણમાવવાનું આત્માનું સામર્થ્ય તેનું નામ પર્યાપ્તિ.
કોઈપણ જીવ ઔદારિક કે વૈક્રિયપુદ્ગલો ધરાવતી યોનિ (ઉત્પત્તિસ્થાન)માં ઉત્પન્ન થાય છે તે જ સમયે આ ઔદારિક કે વૈક્રિયપુદ્ગલોના સંબંધના કારણે, પ્રકટ થયેલી પોતાની શક્તિ દ્વારા પોતાની આજુબાજુમાં રહેલા આહાર યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે અને આહાર,
Jain Education International
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૫૪
For Private & Personal Use Only
www.jainelibrary.org