________________
સુખદુઃખના વેદનનું જે કારણ છે તે રૂપ જે કર્મનો પ્રવાહ આવે તે આશ્રવ. તેથી કાર્યના નિરૂપણ પછી કારણરૂપ આશ્રવતત્ત્વ કહ્યું છે.
આશ્રવ દ્વારા આવતા કર્મ પ્રવાહને અટકાવનાર સંવર છે તેથી આશ્રવ પછી સંવ૨તત્ત્વ વર્ણવ્યું છે.
ત્યારબાદ સત્તામાં પડેલ ભૂતકાળનાં કર્મોનું નાશક નિર્જરાતત્ત્વ કહ્યું છે. આશ્રવ દ્વારા આવેલાં કર્મોનો આત્મપ્રદેશ સાથે સંબંધ થવો તે બંધ. આ બંધતત્ત્વ મોક્ષનું વિરોધી હોવાથી મોક્ષતત્ત્વની પૂર્વે બંધ તત્ત્વ કહ્યું છે.
મોક્ષ એ આત્માનું શુદ્ધસ્વરૂપ છે. જીવ અને પુદ્ગલનો વિયોગ થતાં મોક્ષપ્રાપ્તિ થાય છે તેથી અંતમાં મોક્ષતત્ત્વ વર્ણવ્યું છે.
જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ આ નવ પદાર્થોને જૈનદર્શનમાં અતિ મહત્ત્વપૂર્ણ તત્ત્વ તરીકે નિરૂપિત કરવામાં આવેલ છે. તેમાં સમગ્ર સંસારનું ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું વર્ણન સાપેક્ષ૨ીતે ગર્ભિત છે. જેમકે જીવ ચૈતન્યસ્વરૂપે છે. તે જ્યારે કર્મબંધ કરે ત્યારે અજીવ એવા કર્મના સંયોગથી જીવ સંસારનું સર્જન કરે છે અર્થાત્ દરેક જીવો જ્યારે જેવા પ્રકારે કર્મનો બંધ કરે છે તેના ફલસ્વરૂપે તે તે જીવો દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકગતિમાં જન્મ ધારણ કરે છે, ત્યાં જીવન વ્યતીત કરે છે અને તેદેહ સંબંધી આયુ પૂર્ણ થતાં મૃત્યુ પામે છે. આમ ચૈતન્યસ્વરૂપ જીવ અને જડરૂપ અજીવ કર્મના સંયોગે સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને લય સર્જાય છે.
—
આશ્રવ, સંવ૨ અને નિર્જરા આ ત્રણ તત્ત્વોના વર્ણનમાં જૈનદર્શન માન્ય આચારસંહિતા દર્શાવેલી છે. પુણ્ય અને પાપ આ બંને તત્ત્વો કર્મપ્રકૃતિના વિવરણ સ્વરૂપ છે. બંધતત્ત્વથી જીવનો કર્મ સાથેનો સંબંધ પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ અને અનુભાગ (રસ) એવા ચાર પારિભાષિક વિભાગો દ્વારા સૂચવ્યો છે. મોક્ષ એ જીવનું અંતિમ લક્ષ્ય છે જે સર્વ ભારતીય આર્યદર્શનોનું અંતિમ ધ્યેય પણ છે.
જીવની અશુદ્ધ એવી વિભાવદશા, તેનાં કારણો, મોક્ષરૂપ શુદ્ધ સ્વભાવ દશા અને તેનાં કારણોનું શાસ્ત્રીય પરિભાષામાં વર્ણન છે. અજીવતત્ત્વમાં જીવ અને પુદ્ગલની ગતિનો હેતુ, સ્થિરતાનો હેતુ, આકાશ, કાળ, પુદ્ગલ વગેરે
Jain Education International
જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ
૪૫
For Private & Personal Use Only
www.jainelibrary.org