________________
ભૌતિક બાબતોનો જૈન સૈદ્ધાંતિક અભિગમ રજૂ થયો છે. તેમાં આકાશના વર્ણનમાં જૈનદર્શનસમ્મત ભૂગોળ-ખગોળનું વર્ણન છે. કાળના વર્ણનમાં સમયનું અતિસૂક્ષ્મ સમયથી માંડીને અતિશય વિશાળ પરિમાણ-સાગરોપમ, પુદ્ગલપરાવર્ત સુધી નિરૂપિત થયું છે. પુદ્ગલના વર્ણનમાં સૌથી નાનો એકમ અણુ, પ્રદેશ, દેશ અને સ્કંધ વગેરે વિભાગો દ્વારા દશ્ય થતું પદાર્થોના ભૌતિકસ્વરૂપનું વિવરણ છે. આમ નવતત્ત્વમાં જીવ-અજીવ વગેરે દ્વારા જૈનદર્શનની આધ્યાત્મિક અને ભૌતિક માન્યતા રજૂ થાય છે.
જૈનધર્મના પરમાર્થ, રહસ્યને સમજવાના હેતુથી જિજ્ઞાસુઓ નવતત્ત્વનો અભ્યાસ કરે છે. જેના દ્વારા જૈનદર્શનના મૂળભૂત સિદ્ધાંતને સારી રીતે સમજી શકાય છે.
જીવતત્ત્વ
મૂળગ્રંથમાં જીવનું લક્ષણ નથી આપ્યું પરંતુ બાલાવબોધકારે જીવનું લક્ષણ આપ્યું છે કે – જીવ જ્ઞાનમય છે, સુખદુઃખ ભોગવનાર છે, કર્મનો કર્તા છે, ચૈતન્યસ્વરૂપ છે.
जीवो ज्ञानमय: सुखदुःखभोक्ता स्वयंकृतकार्यसंस्मारक: इत्यादि चेतनास्वरूप: ચેતન્યાત્મક અને જ્ઞાનાત્મક જીવ :
જૈનદર્શનમાં જીવને જ્ઞાનમય અને ચૈતન્યસ્વરૂપ કહ્યો છે. ચૈતન્યસ્વરૂપ હોવાના કારણે ક્રિયાશીલ છે, જડ નથી. તેથી જીવમાં સ્વયંકૃત કર્મનું કર્તુત્વ અને ભોસ્તૃત્વ ઘટી શકે છે. જૈનદર્શન અનુસાર ચૈતન્યયુક્ત આત્મા જ્ઞાનના કારણે કર્મ કરે છે અને ફલ પણ પોતે જ ભોગવે છે એવું કહ્યું છે. જીવ જો જ્ઞાનમય ન હોય તો ચૈતન્યધર્મ વિનાનો જીવ અન્ય જડ પદાર્થની જેમ નિષ્ક્રિય હોત. કર્મનો કર્તા અને ભોક્તાઃ
જીવ જ કર્મનો કર્તા અને ભોક્તા હોવાથી જે જીવ પૂર્વની ક્ષણમાં હતો તે જીવ ઉત્તરની ક્ષણમાં છે એવું સ્વીકારવાથી જ કર્મનું કર્તુત્વ અને ભોસ્તૃત્વ
નવતરૂ પ્રકરણ બાલાવબોધ
४७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org