________________
જયણા
જલચર
જાતિ
જાતિભવ્ય
જિનકલ્પી
જોઅણ
તનુવાત
તપ
તમસ્કાય
તિર્થલોક
તિર્યંચ
Jain Education International
યતના. ખાવું, પીવું, ઊઠવું, બેસવું, હરવું, ફરવું વગેરે દરેક ક્રિયામાં સાવધાની રાખવી.
જલ=પાણીમાં રહેનારા પ્રાણીઓ. માછલી, મગર, કાચબો વગેરે.
જે નામકર્મના ઉદયથી જીવના એકેન્દ્રિય આદિ વિભાગ થાય તે જાતિ નામકર્મ.
જે જીવ મોક્ષ જવા યોગ્ય છે પરંતુ મોક્ષને યોગ્ય સામગ્રી ન મળવાથી મોક્ષે જઈ શકતો નથી તે જાતિભવ્ય.
જિનેશ્વરની જેમ અત્યંત ઉત્કૃષ્ટસાધના કરનાર. રાગ-દ્વેષ, પરીષહ-ઉપસર્ગને જિતનાર સાધક. યોજન, ચાર કોસ અથવા ચાર હજાર કોસનું એક યોજન થાય.
પાતળો વાયુ. જે ઘનવાતની જેમ રહેલ છે.
શરીર અને ઇંદ્રિયને જે તપાવે તે તપ. જે કર્મોને સંતપ્ત કરે, નષ્ટ કરે તે તપ. તેના મુખ્ય બે પ્રકાર છે. બાહ્ય અને આત્યંતર.
ગાઢ અંધકારનો સમૂહ. આ અંધકાર દેવોથી પણ ભેદી શકાતો નથી.
તિરછોલોક. ૧૮૦૦ યોજન પ્રમાણનો મધ્યલોક, જેમાં જંબુદ્વિપથી લઇ સ્વયંભૂરમણસમુદ્ર પર્યંતના અસંખ્યાતા દ્વીપો અને સમુદ્રો આવેલા છે.
જે પ્રાય: આડા ચાલે તે તિર્યંચ. સિંહ, હાથી, કૂતરા વગેરે પ્રાણીઓનું ચાલવાનું અને કબૂતર, પોપટ, ચકલી વગેરે પક્ષીઓનું ઊડવાનું તિછું = આડા રહીને થાય છે તેને તિર્યંચ કહે છે.
પરિશિષ્ટ ૧ : શબ્દસૂચિ
૨૫૯
For Private & Personal Use Only
www.jainelibrary.org