________________
કરી મૂળ ગ્રંથમાં ન હોય તેવા પ્રસંગોનું પણ આલેખન કરવામા આવે છે, જેમકે અભિમન્યુ આખ્યાનમાં અભિમન્યુને મરાવી નાંખવા શ્રીકૃષ્ણ કરેલી યુક્તિઓનું વર્ણન તથા નળાખ્યાનમાં મત્સ્યસંજીવન અને હારચોરીના પ્રસંગનું નિરૂપણ કર્યું છે. આખ્યાનકારોમાં રસસંક્રમણની કળા સારી જોવા મળે છે. આખ્યાનકારોની દૃષ્ટિ શ્રોતાઓને વધુ લક્ષમાં રાખતી હોવાથી આખ્યાનનાં પાત્રોમાં ભવ્યતા ઓછી જોવા મળે છે.૨૨
સંસ્કૃત સાહિત્યમાં આખ્યાન કે આખ્યાયિકા નામનો કાવ્યપ્રકાર પ્રસિદ્ધ છે, પરંતુ તે ગદ્યકથા કે પ્રબંધરૂપે હોય છે. કથાવાર્તા ઃ
સામાન્ય પ્રજાજનો, રાજવીઓ અને રાજપુરુષો માટે એકસરખી મનોરંજક બનતી કથાવાર્તાઓએ ગુજરાતી સાહિત્યના મધ્યકાલનો ઘણો બધો ભાગ રોક્યો છે. કથાવાર્તા દ્વારા શ્રોતાઓને સહેલાઈથી મનોરંજનપૂર્વક વિનોદ-ચાતુર્ય, નીતિ-સદાચારનો ઉપદેશ, મમ્મટે કહ્યું છે તેમ કાન્તાવતું અપાતો.
મ્ એટલે કહેવું, આ સંસ્કૃત ધાતુ મુજબ કથા એટલે જે કહી શકાય તે. કથામાં એક પાત્ર દ્વારા બીજા પાત્રને કથા કહેવાતી હોય છે. મનોરંજનનો હેતુ હોવાથી કથામાં અદ્ભુત રસ, વીરરસ અને શૃંગારરસને પ્રાધાન્ય અપાતું. કથાનું માળખું એકસરખું રહેતું. તેમાં આવતાં રાજા, નગર, નાયિકાનાં અંગો, ઋતુઓનું વર્ણન એકસરખું બીબાંઢાળ આવતું. પાત્રો મોટાભાગે લોકમાંથી આવતાં.
આ કથાના વિષયવર્ણનમાં પશુ-પક્ષીઓને પણ કથાનો વિષય બનાવતાં. કારણ કે કથાવસ્તુ પૌરાણિક; ઐતિહાસિક નહિ પરંતુ લૌકિક રહેતાં. જૈન કવિઓના હાથે લખાયેલી આ વાર્તાને અંતે ધર્મનું બંધન જોવા મળે છે. શરૂઆતમાં શૃંગારરસનું સુમધુર વર્ણન હોય છે, છેવટે વૈરાગ્ય અને સંસારત્યાગના મહત્ત્વને દર્શાવતા સંસાર પ્રત્યે ઔદાસીન્યભાવ કેળવવાનો ઉપદેશ અપાતો હતો.
ગુજરાતીની જેમ સંસ્કૃત અને પ્રાકૃતમાં લોકકથાઓ પર આધારિત કૃતિઓ મળે છે; જેમકે બૃહકથા (સં.), તરંગલોલા (પ્રા.). કથાસાહિત્ય માત્ર મનોરંજક હોવાથી અમુક કથાઓ ઉપર અનેક કવિઓએ પોતાનો કવિતાકસબ કંડાર્યો છે.૨૪
નવતત્વ પ્રકરણ બાલાવબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org