________________
મધ્યકાલીન સાહિત્યને નીરસ ગણનારાઓ માટે આ વાર્તાસાહિત્ય જીવનનો થાક અને નીરસતાને દૂર કરી આનંદદાયી કલ્પનાવિહાર કરાવનાર છે. ગદ્ય સાહિત્ય : આરંભ અને વિકાસ
ઈ. સ.ના ચૌદમા સૈકાથી શરૂ થયેલો સાહિત્યનો મુખ્ય એવો જે બીજો પ્રકાર મળે છે તે ગદ્ય છે. પદ્યનાં વિવિધ સ્વરૂપોમાં જેટલું વિષયવૈવિધ્ય છે, તેટલું ગદ્યમાં નથી.
સંસ્કૃત, પ્રાકૃત વગેરે ભાષાઓમાં જૈન આગમગ્રંથો, બૌદ્ધ ત્રિપિટકગ્રંથો, વૈદિક ગ્રંથોમાં બ્રાહ્મણ, આરણ્યકગ્રંથો, વ્યાકરણના ગ્રંથો વગેરે સૈદ્ધાંતિક સાહિત્ય ઉપરાંત કાદમ્બરી, પંચતંત્ર, બૃહદ્કથા, કુવલયમાલા વગેરે સાહિત્યિક ગ્રંથોમાં સંસ્કૃત-પ્રાકૃત ભાષાના ગદ્યનું વિશદ ખેડાણ થયું છે. ગદ્ય રચનામાં કવિને પોતાની પ્રતિભા વિકસાવવાનો ભરપૂર અવકાશ મળે છે. ‘નવં વીનાં નિવું વન્ત' અર્થાત્ ગદ્યસ્વરૂપ કવિપ્રતિભાનું પરીક્ષણ છે.
પદ્યની અપેક્ષાએ ગદ્ય સાહિત્ય મર્યાદિત છે. જે કાંઈ ગદ્ય સાહિત્ય ઉપલબ્ધ છે તે સંસ્કૃત, પ્રાકૃત ભાષાના અનુવાદરૂપે અથવા તો વિવરણરૂપે છે પણ ગદ્યવાર્તારૂપે અલ્પ પ્રમાણમાં જોવા મળે છે. તેમ છતાં બાલાવબોધોમાં વિવરણ સાથે પ્રસંગને અનુરૂપ દૃષ્ટાંત આપવામાં આવ્યાં છે તે અર્વાચીન સાહિત્યમાં વિકસિત થયેલી વાર્તાઓનું બીજ છે.
ગદ્ય સાહિત્યના પ્રકારોમાં સૌથી વધારે સંખ્યામાં બાલાવબોધો મળે છે. કારણ કે બાલાવબોધોનો પ્રવાહ ઈ. સ.ના ચૌદમા શતકથી લઈને વીસમા શતક સુધી પણ ચાલુ રહ્યો છે. તેમાં અનેક પ્રકારનું વૈવિધ્ય અને માહાત્મ્ય રહેલું છે. આ મૂલ્યવાન સાહિત્ય ગદ્યનો વિકાસ, કથાના પ્રકારો અને શબ્દોની દૃષ્ટિએ અમૂલ્ય મૂડી સમાન છે.
બાલાવબોધ :
બાલાવબોધ એટલે બાલ + અવબોધ. અર્થાત્ સમજ અને જ્ઞાનની દૃષ્ટિએ જે બાલજીવો છે તેને અવબોધ એટલે જ્ઞાન થઈ શકે તેનું નામ બાલાવબોધ. બાલાવબોધની રચનાઓનો મુખ્ય ઉદ્દેશ સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું જ્ઞાન ધરાવતા ન હોય તેવા સામાન્ય લોકો પણ શાસ્ત્રનું જ્ઞાન, ધર્મનું જ્ઞાન પામે તે હતો તે માટે મધ્યકાલીન યુગમાં જૈન વિદ્વાનો તે સમયની પ્રચલિત ભાષામાં બાલાવબોધોની રચના કરતા હતા.
બાલાવબોધની રચનાનો સમય ઈ. સ.ની તેરમી શતાબ્દીનો અંતભાગ
Jain Education International
મધ્યકાલીન સાહિત્યનો પરિચય
૧૩
For Private & Personal Use Only
www.jainelibrary.org