SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ તેહ-નઇં જોવાવા છતાંઇ હૂંતા રાજા-તણવું દર્શન ન હુઇ. તિમ જેણઇ કર્મિઇં આવર લોચિન દેખઇ નહીં, બીજું ઇંદ્રિયે વિષય ન લહઇ, અવધિદર્શન ન લહઇ, ઊંઘ ઘણી લહઇ તે દર્શનાવરણીકર્મ. દર્શન-હૃઇં ઘાતક. જિમ મધુખરડી ખાંડાની ધાર લિહીતી હતી મધુર-પણઉ દેખાડઇ અનઇ જિહ્વા છેદ કરઇ તિમ જે કર્મ સુખ-દુઃખ દિઇ તે વેદનીયકર્મ. જિમ મઘ પીધઉં ચેતના ફેડઇ તિમ જે કર્મ જીવ-હૂઇં સમ્યક્ત્વ, ચારિત્ર ચેતના ટાલઇ તે મોહનીયકર્મ. સમ્યક્ત્વ, ચારિત્ર-Çઇ ઘાતક. જિમ કોઈ હેડિ પડિઉં હેડિ ભાગી વિણ ન છૂટઇ તિમ જેણઇ કર્મિઇ જીવ એક ભિવ રહઇ તે આયુકર્મ હેડ સરીખઉ. જિમ ચિત્રકાર ચીતરતુ સવિ ગજ, તુરંગ, નર-નારી પ્રમુખ પદાર્થ આપણે-આપણે ભાવે, વર્ણિ, આકારિ ચીતરઇતિમ જેણઇ કર્મિ આપણેઆપણે ભાવે સવિ નીપજઇ તે નામકર્મ ચિત્રકાર સમાન. જિમ કુંભકાર ઉત્તમ કલશાદિક અનઇ અધમ ભૂંભલી પ્રમુખ કરઇ. તિમ જે કર્મ રૂડઉં, પાડઉં ગોત્ર કરઈ તે ગોત્રકર્મ કુંભકાર સમાન. જિમ ભંડારી-નઇં અણદીધઇ રાજા દેઈ-લેઈ, ભોગવી ન સકઇ. તિમ જેણઇ કર્મિઇં જીવ દાનાદિક કરી ન સકઇ તે અંતરાયકર્મ. ભંડારી સરિખવું. એ આઠ મૂલપ્રકૃતિ. તત્ર જ્ઞાનાવરણી ૫ ભેદે, દર્શનાવરણી ૯ ભેદે, વેદનીય ૨ ભેદે, મોહનીય ૨૮ ભેદે, આયુ: ૪ ભેદે, નામ ૧૦૩ ભેદે, ગોત્ર ૨ ભેદે, અંતરાય ૫ ભેદે એવં ૧૫૮ = અઠ્ઠાવનસઉ પ્રકૃતિ. * તંત્ર ૪૨ પુણ્ય પ્રકૃતિ, ૮૨ પાપ પ્રકૃતિ એવં ૧૨૪ પ્રકૃતિ બિહું તત્ત્વમાહિં વખાણી. અનઇ શુભ, અશુભ વર્ણચતુષ્ક સ્થાનકિ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ-તણાં વીસ ભેદ વખાણ્યા. તેણઇ કરી છત્રીસસઉ પ્રકૃત્તિ હૂઇ તથા ૧૫ બંધન તથા ૫ સંઘાતન એ વીસ ભેદ પંચદેહરૂપ નામકર્મ-તણી પુણ્ય પ્રકૃતિઇ જિ માહિં અંતર્ભવઇ. તથા મિશ્ર અનઇ સમ્યક્ત્વ એ બિહ્નિ પ્રકૃતિ મિથ્યાત્વમોહનીય-માહિં જિ અંતર્ભવઇ. એવં પૂર્વોક્ત ૧૩૬ પ્રકૃત્તિ અનઇ બાવીસ એ મેલી હૂતી ૧૫૮ ઉત્તર પ્રકૃત્તિ હુઇ. જીવે બાંધીઇ અવસરિ-અવસરિ પુણ સમકાલિ ન બાંધીઇ, ઇત્યાદિ પ્રકૃતિ બંધ ઉક્ત: | અન્ય પ્રતોમાં ઉત્તરપ્રકૃતિ ગણાવી નથી. Jain Education International નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૩૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy