________________
ભાવાર્થ :
આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શિષ્ય, ગ્લાન, સાધુ, સમનોજ્ઞ, સંઘ, કુલ, ગણ એ દસ વૈયાવૃત્યના ભેદ છે.
બાલાવબોધ :
176આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, નવદીક્ષિતશિષ્ય, ગ્લાન=માંદા-નઉ, પંચમહાવ્રતધારક સાધુ યદ્વા સ્થવિર એહ-ન વૈયાવૃત્ય. સમન્ન તે જે ગુણે કરી મનોજ્ઞ, ઉત્કૃષ્ટા હુઇ તે સાધર્મિક જાણવા તેહનું વૈયાવૃત્ય તે સમનોજ્ઞ વૈયાવૃત્ય કહીઇ. સંઘ =ચતુર્વિધ સંઘ તેહનું વૈયાવૃત્ય તે સંઘવૈયાવૃત્ય કહીઇ. સંઘ વૈયાવૃત્ય તેહના પ્રૌઢકાર્ય કરિવા તણઉં જાણિવઉં.
કુલ =ચંદ્રકુલાદિક, જં એક આચાર્યની પરંપરા તે કુલ કહીઇ, તેહ-નઉ હૈયાનૃત્ય તે કુલવૈયાવૃત્ય ગણ =જું ઘણા કુલ-નહં સમુદાય તે ગણ હીઇ તેહ-નઉ વૈયાવૃત્ય તે ગણવૈયાવૃત્ય. તત્ર આચાર્યાદિક સાત-ઙૂઇં તેરે ભેદે વૈયાવચ્ચ જાણિવઉં. ભાત, પાણી, આસન, વસ્ત્ર, ઔષધ-તણવું દાન, ઉપકરણ-તણી પડિલેહણા, ઉપાશ્રયાદિકિ આવતાં દંડક ગ્રહણ, ચરણ પ્રમાર્જન, માર્ગ સાહાય્ય, દુષ્ટ ચોરાદિક-તઉ રક્ષણ, કાયકીમાત્રક, ઉચ્ચારમાત્રક, શ્લેષ્મમાત્રક ત્રય-તણ અર્પણ. એ દસે ભેદે વૈયાવૃત્ય. ત્રીજઉ આપ્યંતરતપ.
સ્વાધ્યાય પંચ ભેદ વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા. વાચના તે જં ગુરૂ કઇ સિદ્ધાંતાદિક-તણઉ વાંચિવઉં. પૃચ્છના તે જં ગુરુ કહઇ અર્થ પૂછીઇ. પરાવર્ત્તના તે – જં સિદ્ધાંત'77 ગણીઇ. અનુપ્રેક્ષા તે જં મનિ સિદ્ધાંત-તણઉ સૂત્ર, 178અર્થ ચીંતવઈ. ધર્મકથા તે 17 પુણ્યપાપના દૃષ્ટાંત પર-હૂઇં પ્રકાસીઇ. એ ચઉથઉ આપ્યંતર તપ.
--
ધ્યાન ચતુર્ભેદ આર્તધ્યાન, રૌદ્રધ્યાન. ધર્મધ્યાન, શુક્લધ્યાન. નિર્જરા હેતુ છેહલ્યા બિં ધ્યાન હુઇ. એ પાંચમઉ આપ્યંતરતપ,
――――
P1/176-P2/176-L2/176 વૈયાવચ્છં હવફ વસહા। આચાર્ય. અન્યપ્રતોમાં વૈયાવચ્ચના તેર ભેદ બતાવ્યા નથી. P1/177-P2/177-L2/177 સિદ્ધાંત નિરંતર ગુણીઇ. P1/178 સૂત્રાર્થ ધ્યાઇઇ, ચિંતવઇ. / L2/178 સૂત્રાર્થ ધ્યાઇઇ. P1/179-P2/179જે ધર્મ હેતુ પુણ્ય-પાપના દૃષ્ટાંત પ્રકાસીઇ. L2/179 જે પુણ્ય હેતુ પુણ્ય પાપ દૃષ્ટાંત પ્રકાસીઇ.
*
Jain Education International
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૨૨૯
For Private & Personal Use Only
www.jainelibrary.org