________________
શેષ પ્રહરિ કાઉસ્સગિ જિ રહઇ. નવલે શ્રત ન પઢઇ, પૂર્વાધિત જિ સ્મરઇ. એ ત્રીજઉં પરિહારવિશુદ્ધચારિત્ર.
ચઉથઉ સૂક્ષ્મસંપરા ચારિત્ર – તેહા બિ ભેદ – વિશુદ્ધમાનક, સંક્તિશ્યમાનક. વિશુદ્ધમાનક તે ક્ષપકશ્રેણિ અનઇ ઉપશમશ્રેણિ6િ7 ધ્યાન બલિઇ ચડતાં જીવ-હૂઇ દસમાં સૂક્ષ્મસંપરાયગુણઠાણાં વેદત્રય, હાસ્યષક, સંજ્વલનકષાયચતુષ્ક-તણાં ઉપશમનિ અથવા પણિ સંજ્વલનલોભ-તણાં ચરમખંડિ અસંખ્યાતભાગિ કરી ઉપશમાવતાં અથવા ક્ષપતાં અંતર્મુહૂર્ત જાણ સૂક્ષ્મસંપરાય ચારિત્ર હુઇ. સંક્તિશ્યમાનક તે ઉપશમશ્રેણિ-થિકઉ પાછા પડતા હુઇ. એ ચઉથઉ સૂક્ષ્મસંપરાયચારિત્ર.
પાંચમઉ યથાખ્યાતચારિત્ર તે 168 અગ્યારમાં ઉપશાંતમોહગુણઠાણ અનઇ બારમાં ક્ષણમોહગુણઠાણઇ છદ્મસ્થવીતરાગ-હૂછે અનઇ કેવલી-હૂઈ હુઇ. છબસ્થ વીતરાગ તે બિહુ ભેદે હુઇ – એક ઉપશામક, બીજા ક્ષપક. ઉપશામક તે ઉપશમશ્રેણિ ઇગ્યારમઇગુણઠાણઈ યથાખ્યાતચારિત્રિ અંતર્મુહૂર્ત રહી પછઇ આઉખઉં પૂરી સર્વાર્થસિદ્ધિઇ જાઇ. અનઇ કુણહુ એક વલી કિસાઈ હેતુ-થિકઉ કષાયવૃદ્ધિ કરી પાછલે ગુણઠાણે આવઇ. કેટલી મિથ્યાત્વગુણઠાણઇ પણિ આવઇ, પણિ ક્ષપકશ્રેણિછે ચડિઉં જીવ યથાવાતચારિત્ર લાધા પૂકિંઇ અંતર્મુહૂર્ત કેવલી થાઈ. તુ તેહઈ બિહુ છદ્મસ્થ - હુઈ યથાખ્યાત હુઇ. કેવલીઇ બિહુ ભેદે – સયોગિકેવલી, અયોગિકેવલી. તેહઈ બિઠું-હુઈ યથાવાતચારિત્ર હુઇ. એ પાંચચારિત્ર કહિયા.
એતલઇ પાંચ ચારિત્ર, પાંચ સમિતિ, ત્રિણિ ગુપ્તિ, બાવીસ પરિષહ, દસ યતિધર્મ, બારભાવના એવં સત્તાવન ભેદે સંવરતત્ત્વ બોલિઉ છઠ્ઠલે. હવઇ સાતમ નિર્જરાતત્ત્વ બારે ભેદે કહઈ છઇ ––
बारसविहं तवो निज्जरा य बंधो चउविगप्पो अ ।
पगइ-ठिई-अणुभाग-प्पएसभेएहिं नायब्बो ।।१७।। Pl/i67 ..... શ્રેણિ ચઢતા હુઇ. બીજું સંક્તિશ્ય. 2-168 તે છદ્મસ્થ વીતરાગ-રહઇ અનઇ કેવલજ્ઞાની-પ્રતિ હુઇ. PI/169_Pa69ઇસિ પરિ પાંચઇ ચારિત્ર સંક્ષેપઇ કહિઆ. સવિસ્તર તો આવશ્યકાદિક
થકો જાણવા.
નવતત્વ પ્રકરણ બાલાવબોધ
૨૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org