________________
ભાવાર્થ :
કમર ઉપર બંને હાથ રાખી, બંને પગ ફેલાવી ને ઊભેલા મનુષ્યની આકૃતિ સમાન આકૃતિવાળા અને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક દ્રવ્યોથી પરિપૂર્ણ લોકનું ચિંતન કરે. બાલાવબોધ :
લોક ૧૪ રજુપ્રમાણ, જીવાદિક પદ્રવ્યમય, ઉત્પત્તિ – વ્યય - સ્થિતિ ભાવિ કરી નિત્ય છઇ. તથા અધોમુખ વિસ્તીર્ણ શરાવસંપુટ, ઊપરિ લઘુ શરાવ સંપુટ એણઇ આકારિ ઊર્ધ્વ ૧૪ રાજ પ્રમાણ લોક છઈ.
સાતમાં નરગિ વિસ્તાર રાજ સાત, તત: ક્રમહિં ઊપતરાં આવતા રાજ રાજિખૂટતાં પહિલી પૃથ્વીઇ તિર્યગૂલોકિ એક રાજ વિસ્તાર, તતઃ કમિહિ વાધતઇ વિસ્તાર પાંચમાં બ્રહ્મલોક મધ્ય પાંચ રાજ, તત: સાંકડતું લોક-નઇ અંતિ એક રાજિ વિસ્તારિ હુઇ. લોક-નઈ મધ્ય ૧૪ રાજ ઊર્ધ્વ લાંબી એક રાજ વિસ્તારિ ત્રસનાડી છઇ. ત્રસ જીવ એહ જિ-માંહિ ઊપજઇ. તથા મેરૂ મધ્ય અષ્ટપ્રદેશ રૂચક છઇ તિહાં સમભૂતલ કહીઇ. તેહનું અધઊર્ધ્વ નવનવસઈ જોઅણ તિર્યગુલોક હુઇ, તિર્યંન્લોક-તઉ હેઠાં સાધિક ૭ રાજ હુઈ, જેહ કારણ લોક-નઉ મધ્ય ધર્મામૃથ્વી-માહિ જોઅણ જઈ હુઇ તઉ સાધિક એકરાજ રત્નપ્રભા, શેષ શર્કરાદિ પૃથ્વી એકેકઉ રાજ તિર્યંન્લોક-થિક ઊપરાં કિંચિ ન્યૂન ૭ રાજ. યથા – દઉઢ રાજિ સૌધર્મ, ઇશાન એ બે જમલા દેવલોક, અઢઇરાજે સનત્કુમાર, માહેંદ્ર દેવલોક, પછઇ ઊપરિ-ઊપરિ આરિ દેવલોક છઇ, તત્ર ચઉથઉ રાજિ સહસ્ત્રાર, પાંચમા રાજિ આનત, પ્રાણત જમલા અનઇ ઊપહિરા આરણ, અશ્રુત બે જમલા, છઠ્ઠઇ રાજિ ૯ રૈવેયક, સાતમા રાજિ અનુત્તર ૫, સિદ્ધશિલા. સિદ્ધ તે લોક-નઇ અંતિ હુઇ. તથા ૭ પૃથ્વી ઘનોદધિ, ઘનવાત, તનુવાત, આકાશે રહી છઇ. પાખલિ ધનોદધ્યાદિ વલએ કરી વીંટી છઇ. બિ, ત્રિણિ, ત્રિણિ દેવલોક ક્રમિહિ ઘનોદધિ, ઘનવાત અનઇ વલી તદુભય વટિયા છઇ, ઊપિલ્યા ૪ આકાશ સ્થિત છઇ. ઇમ લોક સ્વરૂપ-તણી જે ચિંતન તે લોકભાવના.
નવતત્વ પ્રકરણ બાલાવબોધ
૨૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org