________________
જીવમાં શુભાશુભ કર્મોનું આગમન-આશ્રવ થાય છે. માટે યોગો ને જ આશ્રવ કહ્યાં છે. બાલાવબોધ :
જીવ જેહે-જેહે પ્રકારે કર્મ બાંધઇ તેહ-તેહ ભાવ-નઉ જે ચિંતન તે આશ્રવ ભાવના.
सर्वेषामात्रवाणां तु [निरोध: संवरः स्मृतः ।
स पुनर्भिद्यते द्वेधा द्रव्य-भावविभेदतः] ।। ભાવાર્થ :
બધાં આશ્રવોને રોકવા તે સંવર કહેવાય છે. તે સંવર દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારનો છે. બાલાવબોધ : પાપકર્મ લાગવા-તણાં જે હેતુ છઇ તે નિવારવાનું ચિંતન તે સવરભાવના.
संसारबीजभूतानां [कर्मणां जरणादिह ।
निर्जरा सा स्मृता द्वेधा सकामाकामवर्जिता] ।। ભાવાર્થ :
સંસારના બીજ - કારણભૂત કર્મોનું આત્મપ્રદેશોથી પૃથફ થઈ જવું તે નિર્જરા કહેવાય છે. તે નિર્જરા બે પ્રકારની છે. સકામ નિર્જરા અને અકામ નિર્જરા. બાલાવબોધ : જેહે-જેહે પ્રકારે કર્મ ત્રોડીઇ તેહ-તેહ પ્રકારની જે ચિંતા તે નિર્જરાભાવના.
स्वाख्यात: खलु धर्मोऽयं [भगवद्भिर्जिनोत्तमैः ।
यं समालम्बमानो हि न मज्जेद् भवसागरे] ।। ભાવાર્થ :
જિનેશ્વર ભગવંતોએ આ ધર્મનું પ્રતિપાદન કર્યું છે. જેનું આલંબન લેનાર જીવ સંસારસાગરમાં ડૂબતો નથી. બાલાવબોધ : જે જિનધર્મ-તણાં ઉપકાર-તણી ચિંતન તે ધર્મભાવના.
कटिस्थकरवैशाख - स्थानकस्थ - नराकृतिम् । દ્રિ પૂર્ણ સ્મત્ત સ્થિત્યુત્ત-વ્યત્મિ:] ||
નવતત્વ પ્રકરણ બાલાવબોધ
૨૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org