________________
શકે છે, માટે સંસ્કૃત ભાષાના કવિઓ અને ગુજરાતી ભાષાના કવિઓને મુક્તક કાવ્યપ્રકાર અતિપ્રિય છે. મુક્તકના સ્વરૂપનો નિર્ણય ક૨વા માટે સંસ્કૃત કાવ્યગ્રંથો ઘણા ઉપયોગી બને છે. તેમાં પણ કાવ્યાદર્શની વૃત્તિમાં કહ્યું છે તેમ, ‘મુક્તક સ્વતંત્ર પદ્ય છે, તેમાં એક છંદ તથા ચાર ચરણ હોય છે અને તે ચમત્કારક્ષમ હોય છે.પ
મુક્તક લઘુકાવ્ય પ્રકાર છે. તે નૈસર્ગિક ઋજુતાભરી શૈલીવાળું મનાય છે.
મુક્તકો સ્વતંત્ર રૂપે તથા પ્રબંધો, રાસાઓ, કથાઓ અને લોકવાર્તાના દુહામાં ઉપલબ્ધ છે. હેમચંદ્રાચાર્યના અપભ્રંશ વ્યાકરણના ઉદાહરણમાં આવતાં પઘોથી શરૂ થતાં ગુજરાતી ભાષાનાં મુક્તકો શામળ, નરભેરામ સુધી વિકાસ પામે છે. મુક્તકનો એક વિશિષ્ટ પ્રકાર પ્રહેલિકા પણ છે. પ્રહેલિકા એટલે બીજાને સંશયમાં નાખવા વર્ણનીય વસ્તુનું નામ ગુપ્ત રાખવું તે. આ પ્રહેલિકાનો ઉપયોગ વિદ્વાનોનો સમય પસાર કરવા, માનવીની વ્યવહારુ બુદ્ધિનો તાગ મેળવવા, સ્વયંવરમાં યોગ્ય પતિની પસંદગી કરવા માટે થતો હતો.
૨. રાસ :
મધ્યકાલીન જૈન સાહિત્યનો આગવો કહી શકાય તેવો કાવ્યપ્રકાર તે ‘રાસ' છે. આ પ્રકાર મોટાભાગે જૈન સાધુ અને શ્રાવક કવિઓના હાથે ખેડાયેલો છે. ‘રાસ’ એટલે સુગેય કાવ્યપ્રબંધ. સુગેય એટલા માટે કે તેમાં છડ્ડણિયા, પદ્ધડિઆ જેવા દેશ્યરાગોમાં તેની રચના કરવામાં આવતી. રાસ શબ્દ છંદશાસ્ત્ર પ્રમાણે એક છંદનું નામ છે. રાસ સમૂહગેય રૂપમાં અથવા તો સમૂહનૃત્યના રૂપમાં પ્રચલિત છે. આ રાસમાં કેટલીક વાર ગોળ ગોળ ફરતાં તાલીઓ પાડવામાં આવતી તે તાલારાસ અથવા મંડલરાસ તરીકે ઓળખાતો. કેટલીક વાર દાંડિયાથી ૨માતો તે દંડકરાસ. લતાની જેમ એકબીજાને વળગીને નૃત્ય કરતા તે લતા૨ાસ કહેવાતો.
સૌપ્રથમ રાસ ‘શાલિભદ્રસૂરિનો ભરતેશ્વર-બાહુબલિ રાસ છે.' (રચના સંવત ૧૨૪૧ ઈ. સ. ૧૨૯૭). ત્યાર પછીનાં બસો વર્ષના સમયગાળામાં એટલા રાસો લખાયા છે કે ‘તે સમય રાસાયુગ તરીકે ઓળખાય છે.
-
શરૂઆતની રાસાકૃતિઓ નાની અને નાજુક છે. ઈ. સ.ના પંદરમા શતક પછીના રાસોમાં કથા અને કથાનકો વધવા માંડ્યાં. કૃતિને વિસ્તૃત બનાવવા માટે અવાન્તર કથાનો આશ્રય લેવો તે વિશિષ્ટ ગણાતો. શ્રોતાઓને મુગ્ધ
Jain Education International
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
८
For Private & Personal Use Only
www.jainelibrary.org