________________
પુપતા રડી – પુદ્ગલાસ્તિકાય ચિહું ભેદે યથા – કંધ, દેશ, પ્રદેશ, પરમાણુ, સ્કંધસંજ્ઞા પુદ્ગલઇ જિ હૂઇ હુઈ પણિ શેષ દ્રવ્ય-હુઈ ન હુઇ. સ્કંધ તે કહી જેહ-હૃઇ પ્રદેશ-નઈ ચટન વિચટન હુઇ એ ચઊદભેદે અજીવ જાણિવા. હવઇ પાંચમી ગાહા ધર્માસ્તિકાયાદિક - તણઉં સ્વરૂપ કહઇ છઈ -
धम्माधम्मा-पुग्गल-नह-कालो पंच हुंति अजीवा ।
चलणसहावो धम्मो थिरसंठाणो अहम्मो य ।।५।। ભાવાર્થ :
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ એ પાંચ દ્રવ્યો અજીવ છે. તેમાં ધર્માસ્તિકાય ચલનસ્વભાવ (ગતિસહાયક) છે અને અધર્માસ્તિકાય સ્થિર સ્વભાવ (સ્થિતિસહાયક) છે. બાલાવબોધ :
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, નહ કહીઇ નમ: = આકાશાસ્તિકાય, કાલ એ પાંચ દ્રવ્ય અજીવ જાણિવા. છઠ્ઠલે દ્રવ્ય તે જીવદ્રવ્ય કહીઇ. વિશ્વ-માહિ એ છ દ્રવ્ય ટાલી અનેરઉં વલી સાતમલે દ્રવ્ય કિસિફેદ નથી. એણે જિ છ દ્રવ્ય કરી વિશ્વ પૂરિઉં છઇ. એહ છ દ્રવ્ય-માહિ પાંચદ્રવ્ય તે અચૈતન્ય કહીઇ, અનઇ એક જિ છઠ્ઠલે જીવ દ્રવ્ય તે સચૈતન્ય કહીઇ. કાલ ટાલી બીજા પાંચ દ્રવ્ય – ધર્મ, અધર્મ, આકાશ, જીવ, પુદ્ગલ અસ્તિકાય કહીઇ, કાલદ્રવ્ય-હિં સમય-સમય અતિક્રમમાં ભણી પ્રદેશ રાશિ ન હુઇ, અતીત સમય તઉ વિણઠ, અનાગતસમય તલ અપ્રાપ્ત છઇ, એહ ભણી વર્તમાન સમય જિ કાલ ગણીઇ, તેણઇ કરી કાલ-રહઇ અસ્તિકાય ન કહીઇ. છહ9 દ્રવ્ય-માહિ પુદ્ગલ દ્રવ્ય સ્પર્શ, વર્ણ, રૂપ, રસ, ગંધ, શબ્દયુક્ત છઇ, બીજા પાંચ દ્રવ્ય અસ્પર્શ, અરૂપ, અગંધ, અરસ, અશબ્દ, અવર્ણ હુઇ. ચઊદરાજમાહિ સર્વત્ર જીવ અનંતા છઇ તેહ-તઉ પુદ્ગલ અનંતા છઈ, અનઇ ધર્મ, અધર્મ, આકાશ, કાલ એ તે સર્વલોક-માહિ છઇ. અત્ર શિષ્ય પૂછઇ – હે પ્રભો ! જે સર્વ દ્રવ્ય જગવ્યાપિયાં સમકાલ કિમ સમાઇ વિશ્વમાંહિ ? ઉચ્યતે
અરૂપ, અરૂપ-માહિ સમાઇ તિહાં પ્રતિઘાત કાંઈ ન હુઇ, સૂક્ષ્મ જીવ યદ્યપિ L2/19 અનઇ વલી એક પુદ્ગલ દ્રવ્ય ટાલી બીજા પાંચ અમૂર્ત જાણિવા પુદ્ગલ દ્રવ્ય
પુણ મૂઉ જાણિવું.
નવતત્વ પ્રકરણ બાલાવબોધ
૧૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org