________________
પશ્ચિમ બારલી બે કૃષ્ણરાજી પકોણ, દક્ષિણ-ઉત્તર બાહિરલી બે ત્રિકોણ, માહિલી પ્યારઇ ચતુરસ હુઇ, સવે સંખ્યાનેયોજન પુહલી, અસંખ્યાતેયોજન લાબી લાબી હુઇ, તેહ-તણે આંતરે-આંતરે સારસ્વતાદિક નવ લોકાંતિક દેવતણાં વિમાન હુઇ. કૃષ્ણરાજી-માહિ વૈમાનિક દેવકૃત ગાજવીજયુક્ત મેઘ વરસઇ, પણ તે દેવ વિકુર્વિત ભણી વૈક્રિયપણા - થિકુ નિર્જીવ પુદ્ગલ જિ હુઇ, પણ કૃષ્ણરાજી-માંહિ બાદર અપ, અગ્નિ ન હુઇ, પણ બાદરવાયુકાય હુઇ. દેવ કૃષ્ણરાજી દેખી શુભઇ, માંહિ સાચરતા સીઘ-સીધ્ર ચાલઇ. ઇંદ્રાદિકતણાં ભયિ નાસી દેવ કૃષ્ણરાજીઇ પઇસઇ. રિષ્ટનામા ઇંદ્રકવિમાન-થિકુ ચિહું દિસે કૃષ્ણરાજી હુઇ. ઇતિ બાદર પુઢવિકાય.
હવઇ બાદરઅપકાય – તે હમ, ઠાર, શુદ્ધોદક, ધનોદધિ પ્રમુખ જાણિવઉં, શુદ્ધોદક = આકાશજલ, અનઇ ધનોદધિ તે પૃથ્વી-નઈ તલઇ, પૃથ્વી-હિં આધારભૂત અસંખ્યાતયોજન પ્રમાણ પિંડ જલરૂપ છઇ. તમસ્કાય :
તથા વલી તમસ્કાય તે તે જલરૂપ છે. તે તમસ્કાય સિઉ કહીછે ? એહ જંબુદ્વીપ-થિક અસંખ્યાતમા અરૂણવરદ્વીપ-તણા વેદિકાંત-થિક બઇતાલીસસહસ્ત્રયોજન અરૂણવરસમુદ્ર અવગાહી જલ-તણા ઊપલા તલ-થિક ઉચ્છિત મહાકૃષ્ણ બાદરઅપકાય રૂ૫ ઘોરાંધકારમય, દેવ-રહસું ક્ષોભરૂપ, અનઇ ભયભીત દેવ-રહઇ કૃષ્ણરાજીની પરિ નાસવાનું સ્થાનક. તમસ્કાય સત્તરસછે એકવીસા યોજન સમભિત્તિ-પણઇ ઉંચી જઇ તદનંતર તિરછઇ વિસ્તરતુ ઊર્ધ્વ સૌધર્માદિક આરિ દેવલોક આવરી કુક્ષ-માહિ આણી પાંચમા બ્રહ્મદેવલોક-નઇ અરિષ્ટનામાં ત્રીજઇ પાથડઇ ઊપરિ થઈ ચિહુદિસે મિલિઉ છઈ. એહ-તણી ભીંત્તિ મૂલ-થિકલ આરંભી સંખ્યાતાયોજણ-સંખ્યાતાયોજન પહુલી, પછઇ અસંખ્યાતયોજન પહુલી છઇ. તમસ્કાય-માહિ વૈમાનિકે, અસુરે અથવા રાગકુમારે વિકુર્વિત ગાજવીજ જિમ કૃષ્ણરાજી-માહિ હુઇ તિમ ઇહાં જાણિવશે. ચંદ્રમા, સૂર્ય નમસ્કાય-પાખલિ છઇ પણિ તેહની પ્રભા તમસ્કાય-હુઈ ભીગી હૂતી તમોવણિ જિ થાઇ. તમસ્કાય-માહિ બાદરવાયુ, વનસ્પતિ, ત્રસ હુઇ, ઇત્યાદિ બાદરઅપકાય.
બાદર અગ્નિ - ઇંગાલ, જાલાદિક, વીજ , ઉલ્કાદિક જાણિવ. * અન્ય પ્રતમાં તમસ્કાયનું વર્ણન નથી.
નવતત્વ પ્રકરણ બાલાવબોધ
૧૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org