________________
૨૩. પ્રેમપ્રત્યયિકી ક્રિયા : માયા કે લોભ દ્વારા બીજાને રાગ ઉપજાવનારાં વચનો કહેવાથી જે ક્રિયા લાગે તે પ્રેમપ્રત્યયિકી ક્રિયા.
કર્મ
૨૪. àષિકી ક્રિયા : ક્રોધ કે માનપૂર્વક બીજાને દ્વેષ ઉત્પન્ન થાય તેવું કાર્ય કરવું તે ક્રેષિકી ક્રિયા.
૨૫. ઇર્યાપથિકી ક્રિયા : યતના યાને ઉપયોગપૂર્વક ચાલતા-ફરતાં જે ક્રિયા લાગે તે ઇર્યાપથિકી ક્રિયા.
આ પચ્ચીસ ક્રિયાઓ કર્મબંધમાં કારણભૂત છે માટે તે આશ્રવ છે. આશ્રવ એટલે આત્મામાં કર્મનું આગમન. તે કર્મપ્રવેશ યોગ અને કષાયજન્ય અનેક પ્રકારની પ્રવૃત્તિમાંથી કઈ કઈ પ્રવૃત્તિ દ્વારા કયા કર્મનો બંધ થાય છે અને તેનું ફળ કેવું હોય તેનું વર્ણન વિસ્તારથી આપવામાં આવ્યું છે તેને કોષ્ટકરૂપે રજૂ કર્યું છે.
૧. જ્ઞાનાવરણીય
૨. દર્શનાવરણીય
૩. વેદનીય
૧. અશાતા વેદનીય
Jain Education International
કર્મબંધના કારણો
જ્ઞાન કે જ્ઞાની પ્રત્યે દ્વેષ રાખવો, તેની અવહેલના કે અનાદર કરવો, વિરોધ કરવો, જ્ઞાન કે જ્ઞાનીનો અપલાપ-નિષેધ કરવો, કોઈને જ્ઞાનપ્રાપ્તિમાં વિઘ્ન નાંખવું વગેરે.... તત્ત્વ પ્રત્યે કે તત્ત્વજ્ઞાની પ્રત્યે અશ્રદ્ધા રાખવી અર્થાત્ દર્શન કે દર્શનીની ઉપેક્ષા, અનાદર કરવો, દ્વેષભાવ રાખવો, તેના અવર્ણવાદ બોલવા વગેરે...
અન્યને દુઃખ આપવું, પ્રહાર કરવો, આક્રંદ કરાવવું, સંતાપ આપવો,
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૯૨
For Private & Personal Use Only
વિપાક (ફળ)
અજ્ઞાનતા,
પ્રયત્ન કરવા છતાં
ભણી ન શકે.
મૂઢતા, અંધત્વ વગેરે
પ્રતિકૂળ સંયોગો, દુઃખાનુભૂતિ
www.jainelibrary.org