________________
४०. आत्मा वशीकृतो येन, तेनात्मा विदितो ध्रुवम् ।
अजितात्मा विदन् सर्वं, अपि नात्मानमृच्छति ।। જેણે આત્માને વશમાં કરી લીધો, તેણે વાસ્તવમાં આત્માને જાણી લીધો. જેણે આત્માને જીત્યો નથી તે સઘળું જાણવા છતાં આત્માને પામી શકતો નથી. (૪૦)
૪૨. મોક્ષમતી : સવેળો, ધર્મશ્રદ્ધાંતિ તઋતમ્ !
वैराग्यञ्च ततस्तस्माद्, ग्रन्थिभेदः प्रजायते ।। વ્યક્તિમાં પહેલાં મોક્ષની અભિલાષા-સંવેગ જાગે છે. સંવેગનું ફળ છે- ધર્મશ્રદ્ધા. જ્યાં સુધી વ્યક્તિમાં મુમુક્ષુભાવ જાગતો નથી ત્યાં સુધી ધર્મ પ્રત્યે શ્રદ્ધા જાગતી નથી. ધર્મશ્રદ્ધાનું ફળ છે – વૈરાગ્ય. વૈરાગ્યનું ફળ છે– ગ્રંથિભેદ. આસક્તિ થકી મોહની જે ગાંઠ વળે છે તે ગાંઠ વૈરાગ્ય થકી ખૂલી જાય છે. (૪૧)
४२. भिन्ने ग्रन्थौ दृढाऽऽबद्धे, दृष्टिमोहो विशुद्ध्यति ।
चारित्रञ्च ततस्तस्मात्, शीघ्रं मोक्षो हि जायते ।। દઢતાથી આબદ્ધ ગ્રંથિનો ભેદ થવાથી ‘દર્શનમોહની વિશુદ્ધિ થાય છે– દૃષ્ટિકોણ સમ્યક બની જાય છે. ત્યાર પછી ચારિત્રની પ્રાપ્તિ થાય છે. ચારિત્રની પૂર્ણતા પ્રાપ્ત થવાથી મોક્ષની ઉપલબ્ધિ થાય છે. (૪૨)
४३. धर्मश्रद्धा जनयति, विरक्तिं क्षणिके सुखे ।
गृहं त्यक्त्वाऽनगारत्वं, विरक्तः प्रतिपद्यते ।।
ધર્મશ્રદ્ધા થકી ક્ષણિક સુખો પ્રત્યે વિરક્તિનો ભાવ પેદા થાય છે અને વિરક્ત માણસ ગૃહત્યાગી અણગાર બને છે- મુનિધર્મનો સ્વીકાર કરે છે. (૪૩)
૪૪. વિમાનઃ સાવધે, નવા પ્રયતઃ સુષે |
મનાવાસુ મોક્ષ, શાવત તમતે યતિઃ || જે મુનિ બાધાઓથી પરિપૂર્ણ સુખથી વિરક્ત થઈને નિબંધસુખને પામવાનો પ્રયત્ન કરે છે તે અનાબાધ સુખથી સમ્પન્ન શાશ્વત મોક્ષ પામે છે. (૪૪)
સંબોધિ - ૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org