________________
વિષયોનો ત્યાગ વૈરાગ્ય દ્વારા જ થાય છે. જે વિષયોનો ત્યાગ કરી દે છે તેને વિષયોનું ગ્રહણ નથી થતું અને તેનું ગ્રહણ ન થવાથી ઈન્દ્રિયો શાંત થઈ જાય છે. (૩૪)
ઈન્દ્રિયોની શાંતિથી મન સ્થિર બને છે અને મનની સ્થિરતાથી વિકાર ક્ષીણ બને છે. વિકારો ક્ષીણ થવાથી વાસના નાશ પામે છે. (૩૫).
૩૬.
स्वाध्यायश्च तथा ध्यानं, विशुद्धेः स्थैर्यकारणम् । आभ्यां सम्प्रतिपन्नाभ्यां परमात्मा प्रकाशते ।।
સ્વાધ્યાય અને ધ્યાન એ બંને વિશુદ્ધિની સ્થિરતાનાં કારણો છે. તેમની ઉપલબ્ધિ થવાથી પરમાત્મા પ્રકાશિત થઈ ઊઠે છે. (૩૬)
?
Jain Education International
૨૭. श्रद्धया स्थिरयाऽऽपन्नो, जयोऽपि चिरकालिकः । सुस्थिरां कुरुते वृत्तिं, वीतरागत्वभावितः ।।
સુસ્થિર શ્રદ્ધા થકી કષાય, વાસના વગેરે ઉપર થતો વિજય સ્થાયી બની રહે છે. તે શ્રદ્ધાવાન વ્યક્તિ વીતરાગતાની ભાવનાથી ભાવિત થઈને આત્માની વૃત્તિઓને એકાગ્ર બનાવે છે. (૩૭)
૨૮.
भावनानाञ्च सातत्यं, श्रद्धां स्वात्मनि सुस्थिराम् । लब्ध्वा स्वं लभते योगी, स्थिरचित्तो मिताशनः ।।
ચિત્તને સ્થિર રાખનાર અને પરિમિતભોજી યોગી અનિત્ય વગેરે ભાવનાઓની નિરંતરતા તથા સુસ્થિર શ્રદ્ધાને પ્રાપ્ત કરીને પોતાના સ્વરૂપને પામી લે છે. (૩૮)
૨૧.
पर्यङ्कासनमासीनः, कायगुप्तः ऋजुस्थितिः । નાસાથે પુત્પાત્તેડયંત્ર, ન્યસ્તવૃષ્ટિ: સ્વમરનુતે ।।
તે શરીરને સ્થિર બનાવીને તથા પર્યટ્ટાસનની મુદ્રાથી સીધોસરળ બેસીને નાકના અગ્ર ભાગમાં અથવા કોઈ બીજી પૌલિક વસ્તુમાં દૃષ્ટિને સ્થાપિત કરીને પોતાના સ્વરૂપને પામી લે છે. (૩૯)
૧. પર્યંકાસન-પદ્માસન.
સંબોધિ ર ૯૬
For Private & Personal Use Only
www.jainelibrary.org