________________
२१. हेतुगम्येषु भावेषु, युञ्जानस्तर्कपद्धतिम् । अहेतुगम्ये श्रद्धावान्, सम्यग्दृष्टिर्भवेज्जनः ।।
જે હેતુગમ્ય પદાર્થોમાં હેતુનો પ્રયોગ કરે છે અને અહેતુગમ્ય પદાર્થોમાં શ્રદ્ધા ધરાવે છે, તે સમ્યગ્દષ્ટિ છે. (૨૧)
२२. आगमश्चोपपत्तिश्च, सम्पूर्णं दृष्टिकारणम् । अतीन्द्रियाणामर्थानां सद्भावप्रतिपत्तये ।।
અતીન્દ્રિય પદાર્થોનું અસ્તિત્વ જાણવા માટે આગમ-શ્રદ્ધા અને ઉપપત્તિ-તર્ક બંને અપેક્ષિત છે. તે બંને મળીને જ સૃષ્ટિને પૂર્ણ બનાવે છે. (૨૨)
૨૩.ન્દ્રિયાળાં મનસત્ત્વ, રજ્યન્તિ વિષયેલુ ચે । तेषां तु सहजानन्द-स्फुरणा नैव जायते ।।
ઈન્દ્રિય અને મનના વિષયોમાં જેને આસક્તિ ટકી રહે છે, તેને સહજ આનંદનો અનુભવ થતો નથી. (૨૩)
Jain Education International
૨૪.
सुस्वादाश्च रसाः केचित्, गन्धाश्च केचन प्रियाः । सन्तोऽपि हि न लभ्यन्ते, विना यत्नेन मानवैः ।।
२५. तथाऽऽस्मिन् महान् राशिः, आनन्दस्य च विद्यते । इन्द्रियाणां मनसश्च, चापलेन तिरोहितः ।।
(મુખમ્)
કેટલાક રસ ખૂબ સ્વાદપૂર્ણ છે અને કેટલીક ગંધ અત્યંત પ્રિય છે, પરંતુ તે ત્યાં સુધી પ્રાપ્ત થતાં નથી કે જ્યાં સુધી તેમની પ્રાપ્તિ માટેનો પ્રયત્ન કરવામાં આવતો નથી. એ જ રીતે આત્મામાં આનંદનો વિશાલ રાશિ વિદ્યમાન છે, પરંતુ તે મન અને ઈન્દ્રિયોની ચપળતાથી ઢંકાયેલો છે. (૨૪, ૨૫)
२६. यावन्नान्तर्मुखी वृत्तिः, बहिर्व्यापारवर्जनम् । तावत्तस्य न चांशोऽपि, प्रादुर्भावं समश्नुते ।।
જ્યાં સુધી વૃત્તિઓ અંતર્મુખી બનતી નથી અને તેમનો બહિર્મુખી વ્યાપાર અટકતો નથી, ત્યાં સુધી આત્મિક આનંદનો અંશ પણ પ્રગટ થતો નથી. (૨૬)
સંબોધિ ર ૮૩
For Private & Personal Use Only
www.jainelibrary.org