________________
३१. नेदं चित्तं समादाय, भूयो लोके स जायते ।
संज्ञिज्ञानेन जानाति, विशुद्ध स्थानमात्मनः ।। નિર્મળ ચિત્તવાળી વ્યક્તિ સંસારમાં વારંવાર જન્મ લેતી નથી. તે સંજ્ઞિજ્ઞાન- જાતિ-સ્મૃતિ દ્વારા આત્માના વિશુદ્ધ સ્થાનને જાણી લે છે. (૩૧) ___ ३२. प्रान्तानि भजमानस्य, विविक्तं शयनासनम् ।
अल्पाहारस्य दान्तस्य, दर्शयन्ति सुरा निजम् ।। જે વ્યક્તિ નિસારભોજન, એકાંતવસતિ, એકાંતઆસન અને અલ્પાહારનું સેવન કરે છે, જે વ્યક્તિ ઈન્દ્રિયોનું દમન કરે છે તેની સામે દેવ પોતાને પ્રગટ કરે છે. (૩૨)
३३. अथो यथास्थितं स्वप्नं, क्षिप्रं पश्यति संवृतः ।
सर्वं वा प्रतरत्योघं, दुःखाच्चापि विमुच्यते ।। સંવૃત આત્મા યથાર્થ સ્વપ્ન જુએ છે, સંસારના પ્રવાહને તરી જાય છે અને દુઃખથી મુક્ત થઈ જાય છે. (૩૩)
३४. सर्वकामविरक्तस्य, क्षमतो भयभैरवम ।
अवधिर्जायते ज्ञान, संयतस्य तपस्विनः ।। જે વ્યક્તિ તમામ કામનાઓથી વિરક્ત છે, જે ભયાનક શબ્દો, અટ્ટહાસ્યો અને પરીષહોને સહન કરે છે, જે સંયત અને તપસ્વી છે તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. (૩૪)
मेघः प्राह ३५. दृश्यते जीवलोकोऽयं, नानारूपे विभक्तिमान् ।
____ नानाप्रवृत्तिं कुर्वाणः, कर्तृत्वं कस्य विद्यते ।। મેઘ બોલ્યો, ભગવન્! આ જીવજગત વિભિન્ન રૂપોમાં વિભાજિત દેખાય છે અને તે વિવિધિ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે. આ બધાની પાછળ કોનું કર્તુત્વ રહેલું છે, તે હું જાણવા માગું છું. (૩૫)
૧. ન + ઇદ. ૨. આ અથનો પર્યાયવાચક શબ્દ છે.
સંબોધિ,૬૯ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org