________________
જેનું મૂળ સુકાઈ ગયું હોય તે વૃક્ષનું સિંચન કરવામાં આવે તો પણ તે અંકુરિત થતું નથી, એ જ રીતે મોહકર્મ ક્ષીણ થયા પછી કર્મ અંકુરિત થતું નથી. (૨૫)
ર૬.
न यथा दग्धबीजानां, जायन्ते पुनरंकुराः । कर्मबीजेषु दग्धेषु, न जायन्ते भवांकुराः ।।
જેમ બળી ગયેલાં બીજમાંથી અંકુર પેદા થતા નથી, એમ કર્મબીજો બળી ગયા પછી જન્મ-મરણ રૂપે અંકુર ઉત્પન્ન થતા નથી. (૨૬) २७. विशुद्धया प्रतिमया, मोहनीये क्षयं गते । सर्वलोकमलोकं च, वीक्षते सुसमाहितः ।।
વિશુદ્ધ પ્રતિમા દ્વારા મોહકર્મ ક્ષીણ થવાથી શાંત બનેલો આત્મા સમસ્ત લોક અને અલોકને જોઈ લે છે. (૨૭)
૨૮.
સુપ્તમાહિતને ચણ્ય, અવિતસ્ય સંયતેઃ ।
सर्वतो विप्रमुक्तस्य, आत्मा जानाति पर्यवान् ।।
જેની લેશ્યા-ભાવધારા શાંત હોય છે, જે સુખ સુવિધાની તર્કણા-પ્રતીક્ષામાં રહેતો નથી અને જે બાહ્ય તથા આત્યંતર સંયોગો અથવા સંબંધોથી સર્વથા મુક્ત છે, તે સંયમીનો આત્મા લોક-અલોકના વિવિધ પર્યવો-અવસ્થાઓને જાણી લે છે. (૨૮)
૨૧. તોપ તત્તેયસ્ય, વર્ગનું પરિશુદ્ધચતિ । काममूर्ध्वमधस्तिर्यक्, स सर्वमनुपश्यति ।।
તપસ્યા દ્વારા જે વ્યક્તિ કર્મહેતુક લેશ્યાઓનો વિલય કરે છે, તેનું દર્શન પરિશુદ્ધ થઈ જાય છે. શુદ્ધ દર્શનવાળી વ્યક્તિ ઊર્ધ્વલોક, અધોલોક અને તિર્થગ્લોકમાં અવસ્થિત તમામ પદાર્થોને જુએ છે. (૨૯)
૨,
Jain Education International
ओज `श्चित्तं समादाय, ध्यानं यस्य प्रजायते । धर्मे स्थितः स्थिरचित्तो, निर्वाणमधिगच्छति ।।
જે નિર્મળ અથવા રાગદ્વેષમુક્ત ચેતનાનું આલંબન લઈને ધ્યાન કરે છે, તે ધર્મમાં સ્થિત થઈ જાય છે. તે સ્થિરચિત્ત થઈને નિર્વાણ પ્રાપ્ત કરે છે. (૩૦)
૧. પ્રતિમા- જૈન આગમ સમસ્ત તપસ્યા અને ધ્યાનસાધનાનો વિશેષ પ્રયોગ, ૨. ઓજ- રાગદ્વેષથી મુક્ત, નિર્મળ.
સંબોધિ ઃ ૬૮
For Private & Personal Use Only
www.jainelibrary.org