________________
ભગવાને કહ્યું, જે વ્યક્તિ ધર્મ-અધર્મ તથા પુણ્ય-પાપ જાણતી નથી, તે આ વિષયમાં ભ્રાંત થાય છે. જે વ્યક્તિ તેને જાણે છે તે આ વિષયમાં ભ્રાંત થતી નથી. (૪૭)
૪૮. द्विधा निरूपितो धर्मः, संवरो निर्जरा तथा । निरोधः संवरस्यात्मा, निर्जरा तु विशोधनम् ।।
ધર્મની પ્રજ્ઞાપનાના બે પ્રકાર છે ઃ સંવર અને નિર્જરા. સંવરનું સ્વરૂપ છે-- અસત્ અને સત્ પ્રવૃત્તિનો નિરોધ. નિર્જરાનું સ્વરૂપ છે- વિશોધન, કર્મનો ક્ષય. (૪૮)
૪૬.
',
सन्तोऽसन्तश्च संस्काराः, निरुद्ध्यन्ते हि सर्वथा । क्षीयन्ते संचिताः पूर्वं, धर्मेणैतच्च तत्फलम् ।।
સંવર ધર્મ થકી અસત્ અને સત્ સંસ્કાર સર્વથા નિરુદ્ધ બને છે તથા નિર્જરા ધર્મ થકી પૂર્વ સંચિત સંસ્કાર ક્ષીણ થાય છે. ધર્મનું આ જ ફળ છે. (૪૯)
૬૦.
असन्तो नाम संस्काराः संचीयन्ते नवा नवाः । अधर्मेणैतदेवास्ति, तत्फलं तत्त्वसम्मतम् ।।
અધર્મ થકી નવા નવા અસત્ સંસ્કારોનો સંચય થાય છે. અધર્મનું આ જ તત્ત્વસંમત ફળ છે. (૫૦)
५१.
Jain Education International
संस्कारान् विलयं नीत्वा, चित्वा तानन्तरात्मनि । क्रियामेतौ प्रकुर्वाते, धर्माधर्मौ निरन्तरम् ।।
ધર્મ અને અધર્મ અંતરાત્મામાં સંસ્કારોનો વિલય અને સંચય નિરંતર કરતા રહે છે. (૫૧)
૧૨.
મુખ્યપાપે પ્રજ્ઞાયેતે, હેતુભૂર્ત પ્રમુષ્યતઃ । સુવધુ લાનુમૂલ્યોરવ, સામપ્રચાં નૈવ નિશ્ચિતિઃ ।।
પુણ્ય મુખ્યત્વે સુખ-પ્રિય સંવેદનની અનુભૂતિનું કારણ બને છે અને પાપ મુખ્યત્વે દુઃખ-અપ્રિય સંવેદનની અનુભૂતિનું કારણ બને છે. પુણ્ય અને પાપ સુખ-દુઃખની સાધન સામગ્રીમાં કારણ બને જ, એવો ચોક્કસ નિયમ નથી. (૫૨)
સંબોધિ ઃ ૫૩
For Private & Personal Use Only
www.jainelibrary.org