________________
મેઘ બોલ્યો, હું મોહના પ્રપંચને જાણી ચૂક્યો છું અને દુઃખનું મૂળ કારણ મોહ છે એ પણ જાણી ચૂક્યો છું. પ્રભુ! તેનું ઉન્મેલન કેવી રીતે કરવું ? હવે હું એ વિશે જાણવા ઉત્સુક છું. (૧૩) .
भगवान् प्राह १४. रागं च दोषं च नशैव मोहं,
उद्धर्तुकामेन समूलजालम् । ये येऽप्युपाया अभिसेवनीयाः,
તીનું રીયિષ્યામિયથાનુપૂર્વમ્ ભગવાને કહ્યું, રાગ-દ્વેષ અને મોહનું મૂળ સહિત ઉન્મેલન કરવા ઇચ્છતા માણસે જે જે ઉપાયોનું આલંબન લેવું જોઈએ તે હવે હું ક્રમશઃ કહીશ. (૧૪) ૨૬. રસા પ્રસંગે નિવેવળીયા,
प्रायो रसा दृप्तिकरा नराणाम् । दृप्तञ्च कामा समभिद्रवन्ति,
द्रुमं यथा स्वादुफलं विहङ्गाः ।। રસોનું વધુ પ્રમાણમાં સેવન ન કરવું જોઈએ. તે ઘણુંખરું માણસની ઘાતુઓને ઉદ્દીપ્ત કરે છે. જેની ધાતુઓ ઉદ્દીપ્ત થાય છે તેને કામભોગ પજવે છે, જેવી રીતે સ્વાદિષ્ટ ફળવાળા વૃક્ષને પક્ષીઓ પજવે છે. (૧૫) १६. यथा दवाग्निः प्रचुरेन्धने वने,
समारुतो नोपशमं युपैति । एवं हृषिकाग्निरनल्पभुक्तेः,
न शान्तिमाप्नोति कथञ्चनापि ।। જેવી રીતે પવનના સપાટાની સાથે ઈધણવાળા વનમાં પ્રજળેલો દાવાનળ ઉપશાંત થતો નથી, એ જ રીતે વધુ પ્રમાણમાં ખોરાક ખાતા માણસનો ઈન્દ્રિયાગ્નિ-કામાગ્નિ શાંત થતો નથી. તેથી પ્રકામ-અતિમાત્ર ભોજન કોઈપણ બ્રહ્મચારી માટે હિતકર નથી. (૧૬)
સંબોધિ - ૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org