________________
સાધુઓનાં શરીરનો સ્પર્શ થવાથી રાત્રે તારી નિદ્રા નષ્ટ થઈ ગઈ. આટલી જ વાતમાં તું અધીર થઈને ઘેર પાછો જવા માટે એકાએક મારી પાસે દોડી આવ્યો છે ? (૩૪)
३५. नाहं गन्तुं समर्थोस्मि, मुक्तिमार्गं सुदुश्चरम् ।
यत्र कष्टानि सह्यानि, नानारूपाणि सन्ततम् ।। ३६. सर्वे स्वार्थवशा एते, मुनयोऽन्यं न जानते ।
भीमः सुदुश्चरो घोरो, निर्ग्रन्थानां तपोविधिः ।। ૩૭. યુજોડવં વિભિપ્રાયઃ, મોદભૂતં વિજ્ઞાનતઃ |
રે મુઘા ના તો, નાનાએવુ શેતે |
તે એમ વિચાર્યું કે મુક્તિનો માર્ગ દુષ્કર છે. તે માર્ગે જનારને સતત વિવિધ પ્રકારનાં કષ્ટો સહન કરવો પડે છે. હું એ માર્ગ ઉપર ચાલવા માટે સમર્થ નથી. (૩૫)
આ તમામ સાધુઓ સ્વાર્થી છે, તેઓ બીજાની ચિંતા કરતા નથી. નિર્ચન્થોની તપસ્યા કરવાની વિધિ ખૂબ ભયંકર, દુષ્કર અને ઘોર છે. (૩૬)
મોહના મૂળને જાણનાર વ્યક્તિ માટે શું આમ વિચારવું ઉચિત છે? શું તું જાણતો નથી કે શરીર પ્રત્યે આસક્તિ રાખનારા લોકો અનેક પ્રકારનાં કણે ભોગવે છે ? (૩૭)
३८. युक्तं नैतत् तवायुष्मन् ! तत्त्वं वेत्सि हिताहितम् ।
पूर्वजन्मस्थितिं स्मृत्वा, निश्चलं कुरु मानसम् ।। હે આયુષ્યન્ ! તારા માટે આમ વિચારવાનું ઉચિત નથી. શું હિતકર છે અને શું અહિતકર છે એ તત્ત્વને તું જાણે છે. તું અગાઉના જન્મની ઘટનાઓને યાદ કરીને તારા મનને નિશ્ચલ બનાવી દે. (૩૮)
સંબોધિ , ૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org