________________
ઈહા, અપોહ અને મનની એકાગ્રતા વગર જાતિ-સ્મૃતિ જ્ઞાન ઉત્પન્ન થતું નથી. જે સંસ્કાર ઊંડાણપૂર્વક સંચિત હોય છે, તે ઊંડા પ્રયત્નો દ્વારા જ પ્રગટ થતા હોય છે. (૧૪)
१५. मेरुप्रभाऽभिधो हस्ती, त्वमासीः पूर्वजन्मनि ।
विन्ध्यस्योपत्यकाचारी, विहारी स्वेच्छया वने ।। મેઘ ! તું પૂર્વજન્મમાં “મેરુપ્રભ” નામનો હાથી હતો. તે વિંધ્ય પર્વતની તળેટીમાં આવેલા વનમાં સ્વચ્છંદતાપૂર્વક વિહાર કરતો હતો. (૧૫)
१६. व्यधा भयाद् वनवह्नेः, मण्डलं योजनप्रमम् ।
लब्धपूर्वानुभूतिस्त्वं, दीर्घकालिकसंज्ञितः ।। તે વખતે તું સમનસ્ક હતો. તેને પૂર્વજન્મનું સ્મરણ થયું. તે દાવાનળથી બચવા માટે ચાર કોષ જેટલી જગા તૈયાર કરી. (૧૬)
૨૭. ઘીસી ૩ત્પાટિતાઃ સર્વે, નતા વૃક્ષા ગુર્મ: |
___ अकारीभैः सप्तशतैः, स्थलं हस्ततलोपमम् ।। તે સાતસો હાથીઓનો સહયોગ લઈને બધું ઘાસ, ડાળીઓ, વૃક્ષો અને નાનકડા છોડવાઓ ઉખાડી નાખ્યા અને તે જગાને હથેળી જેવી સાફ કરી દીધી. (૧૭)
१८. एकदा वह्निरुद्भूत, आरण्या पशवस्तदा ।
निर्वैराः प्राविस्तित्र, हिंस्रास्तदितरे तथा ।। એક વખત ત્યાં દાવાનળ પ્રજળ્યો. તે વખતે જંગલનાં હિંસક અને અહિંસક - તમામ પશુઓ પરસ્પરનાં વેરઝેર ભૂલીને તે જગામાં પ્રવેશી ગયાં. (૧૮)
१९. यथैकस्मिन् बिले शान्ता, निवसन्ति पिपीलिकाः ।
अवात्सुः सकलास्तत्र, तथा वह्नेर्भयद्रुताः ।।
૧. દીર્ઘકાલિકસંશ-સમનસ્ક, મનવાળું. ૨. ભયાનક જંગલી જાનવર ૩. હરણ વગેરે શાંત પશુઓ.
સંબોધિ , ૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org