________________
જીવોના જીવનના ત્રીજા ભાગમાં નરક વગેરે આયુષ્યમાંથી કોઈ એક આયુષ્યનો બંધ થાય છે. જીવનના ત્રીજા ભાગમાં આયુનું બંધન ન થાય તો પછી ત્રીજા ભાગના ત્રીજા ભાગમાં આયુનું બંધન થાય છે. તેમાં પણ બંધન ન થાય તો પછી અવશિષ્ટ (બાકીના) ત્રીજા ભાગમાં આયુષ્યનું બંધન થાય છે. આમ જે આયુષ્ય શેષ રહે છે, તેના ત્રીજા ભાગમાં આયુષ્યનું બંધન થાય છે. (૨૦)
२१. तृतीयो नाम को भागो, नेति विज्ञातुमर्हसि ।
સર્વા મવ શુદ્ધાત્મા, તેને યાસિ સતિમ્ ! જીવનનો ત્રીજો ભાગ કયો છે, એ તું જાણી શકતો નથી તેથી સર્વદા પોતાના આત્માને શુદ્ધ રાખ. આમ કરવાથી તે સગતિ પામીશ. (૨૧)
२२. कृष्णा नीला च कापोती, पापलेश्या भवन्त्यमूः |
तैजसी पद्मशुक्ले च, धर्मलेश्या भवन्त्यमूः ।। પાપલેશ્યાઓ ત્રણ પ્રકારની છે- કૃષ્ણ, નીલ અને કાપોત. ધર્મલેશ્યાઓ પણ ત્રણ છે- તેજસ, પદ્મ અને શુ:લ. (૨૨)
२३. तीव्रारम्भपरिणतः, क्षुद्रः साहसिकोऽयतिः ।
पञ्चास्रवप्रवृत्तश्च, कृष्णलेश्यो भवेत् पुमान् ।। જે તીવ્ર હિંસામાં પરિણક છે, ક્ષુદ્ર છે, વગર વિચારે કાર્ય કરે છે, ભોગથી વિરત નથી અને પાંચ આસ્રવોમાં પ્રવૃત્ત છે તે વ્યક્તિ કૃષ્ણ લેશ્યાવાળી હોય છે. (૨૩)
२४. ईर्ष्यालुद्देषमापन्नो, गृद्धिमान् रसलोलुपः ।
अहीकश्च प्रमत्तश्च, नीललेश्यो भवेत् पुमान् ।। જે ઈર્ષ્યાળુ છે, દ્વેષ કરે છે, વિષયોમાં આસક્ત છે, સરસ આહારમાં લોલુપ છે, લાહીન અને પ્રમાદી છે તે વ્યક્તિ નીલલેશ્યાવાળી હોય છે. (૨૪)
२५. वक्रो वक्रसमाचारो, मिथ्यादृष्टिश्च मत्सरी ।
औपधिको दुष्टवादी, कापोतीमाश्रितो भवेत् ।। સંબોધિ - ૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org