________________
१५. तथाविधस्य जीवस्य, चित्तस्वास्थ्यं पलायते ।
संरक्षणमनादृत्य, मनसः स्वास्थ्यमाप्स्यसि ।। જે માણસ રોદ્ર હોય છે તેનું માનસિક સ્વાસ્થ નષ્ટ થઈ જાય છે. તું ભોગોનું રક્ષણ કરવાનો પ્રયત્ન ન કરીશ. આમ કરવાથી તું માનસિક સ્વાથ્ય પામીશ. (૧૫)
१६. रागद्वेषौ लयं यातौ, यावन्तौ यस्य देहिनः ।
સુહે માનસિક તણ્ય, તાવ પ્રાયતે || જે મનુષ્યના રાગ-દ્વેષ જેટલા પ્રમાણમાં વિલય પામે છે તેને એટલા જ પ્રમાણમાં માનસિક સુખ પ્રાપ્ત થાય છે. (૧૬)
१७. वीतरागो भवेल्लोको, वीतरागमनुस्मरन् ।
उपासकदशां हित्वा, त्वमुपास्यो भविष्यसि ।। જે પુરુષ વીતરાગનું સ્મરણ કરે છે, તે સ્વયં વીતરાગ બની જાય છે. વીતરાગનું સ્મરણ કરવાથી તું ઉપાસક દડાને છોડીને સ્વયં ઉપાસ્ય બની જઈશ. (૧૭)
१८. इन्द्रियाणि च संयम्य, कृत्वा चित्तस्य निग्रहम् ।
संस्पृशन्नात्मनात्मानं, परमात्मा भविष्यसि ।। ઈન્દ્રિયોનો સંયમ કર, ચિત્તનો નિગ્રહ કર, આત્માથી આત્માનો સ્પર્શ કરઆમ કરવાથી તું પરમાત્મા બની જઈશ. (૧૮)
१९. यल्लेश्यो म्रियते लोकस्तल्लेश्यश्चोपपद्यते ।
तेन प्रतिपलं मेघ ! जागरूकत्वमर्हसि ।। આ જીવ જે લેગ્યા-ભાવધારામાં મૃત્યુ પામે છે એ જ લેશ્યાને અનુરૂપ ગતિમાં તે ઉત્પન્ન થાય છે. તેથી હે મેઘ ! તું હર પળે આત્મા પ્રત્યે જાગરૂક બન. (૧૯)
२०. जीवनस्य तृतीयेऽस्मिन्, भागे प्रायेण देहिनाम् ।
आयुषो जायते बन्धः, शेषे तृतीयकल्पना ।।
સંબોધિ - ૨૫૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org