________________
જે વ્યક્તિનું હૃદય પાપરહિત છે અને જેની જીભ મધુરભાષિણી છે તે મધુકુંભ છે અને મધના ઢાંકણાથી ઢંકાયેલ છે. (૫૦)
५१. अपापं हृदयं यस्य, जिह्वा कटुकभाषिणी ।
उच्यते मधुकुम्भः स, नूनं विषपिधानकः ।। જે વ્યક્તિનું હૃદય પાપરહિત છે, પરંતુ જેની જીભ કટુભાષિણી છે, તે મઘુકુંભ છે અને વિષના ઢાંકણાથી ઢંકાયેલ છે. (૫૧)
५२. सपापं हृदयं यस्य, जिह्वा मधुरभाषिणी ।
उच्यते विषकुम्भः स, नूनं मधुपिधानकः ।। જે વ્યક્તિનું હૃદય પાપસહિત છે, પરંતુ જેની જીભ મધુરભાષિણી છે, તે વિષકુંભ છે અને મધના ઢાંકણાથી ઢંકાયેલ છે. (૫૨)
५३. सपापं हृदयं यस्य, जिह्वा कटुकभाषिणी ।
उच्यते विषकुम्भः स, नूनं विषपिधानकः ।। જે વ્યક્તિનું હૃદય પાપસહિત છે, અને જેની જીભ કટુભાષિણી છે, તે વિષકુંભ છે અને વિષના ઢાંકણાથી ઢંકાયેલ છે. (૫૩)
५४. रिक्तोदरतया मत्या, क्षुधावेद्योदयेन च ।
तस्यार्थस्योपयोगेनाऽऽहारसंज्ञा प्रजायते ।। આહારસંજ્ઞા ચાર કારણો થકી ઉત્પન્ન થાય છે૧. ખાલી પેટ હોવું. ૨. ભોજન વિષયક વાતો સાંભળવી તથા ભોજન જોવું. ૩. સુધા-વેદનીય કર્મનો ઉદય. ૪. ભોજનનું સતત ચિંતન કરવું. (૫૪) - ५५. हीनसत्त्वतया मत्या, भयवेद्योदयेन च । . तस्यार्थस्योपयोगेन, भयसंज्ञा प्रजायते ।।
સંબોધિત ૨૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org