________________
मेघः प्राह
૬૬.
अगारिणां कथं धर्मो, व्यापृतानाञ्च कर्मसु । गृहिणां यदि धर्मः स्यादनगारो हि को भवेत् ।।
મેઘ બોલ્યો, ભંતે ! ગૃહસ્થી સાથે સંકળાયેલા ગૃહસ્થોમાં ધર્મ શી રીતે હોઈ શકે ? જો ગૃહસ્થ પણ ધર્મનો અધિકારી હોય તો પછી સાધુ કોણ બને ? (૧૧)
भगवान् प्राह
૧૨. સત્યં રેવાનુપ્રિયતર્, મુમુક્ષા યસ્ય નોત્કટા । स वृत्तिमनगराणां, न नाम प्रतिपद्यते ।।
ભગવાને કહ્યું, દેવાનુપ્રિય ! એ સાચું છે કે જેનામાં મુક્ત થવાની પ્રબળ ઇચ્છા નથી, તે મુનિધર્મનો સ્વીકાર કરતો નથી. (૧૨)
Jain Education International
१३. मुमुक्षा यावती यस्य, समतां तावतीं श्रितः । आचरति गृही धर्मं, व्यापृतोऽपि च कर्मसु ।।
જે ગૃહસ્થમાં મુક્ત થવાની જેટલી ભાવના હોય છે, ત અટલા જ પ્રમાણમાં સમતાનું આચરણ કરે છે અને જેટલા પ્રમાણમાં એ સમતાનું આચરણ કરે છે, એટલી જ માત્રામાં ધર્મનું આચરણ કરે છે. આમ તે ગૃહસ્થનાં કાર્યોમાં જોડાયેલો રહેવા છતાં ધર્મની આરાધના કરવાનો અધિકારી છે. (૧૩)
१४. द्विविधं विद्यते वीर्यं, लब्धिश्च करणं तथा । अन्तरायक्षयाल्लब्धिः, करणं वपुषाश्रितम् ।।
વીર્યના બે પ્રકાર છે : લબ્ધિવીર્ય-યોગ્યતાત્મક શક્તિ અને કરણવીર્ય-ક્રિયાત્મક શક્તિ. અંતરાય દૂર થતાં લબ્ધિનો વિકાસ થાય છે અને શરીરના માધ્યમ દ્વારા કરણનો પ્રયોગ થાય છે. (૧૪)
१५. वपुष्मतो भवेद् वाणी, मनोऽप्यस्यैव जायते । शारीरिकं वाचिकञ्च, मानसं तत्' त्रिधा भवेत् ।।
જેને શરીર હોય છે તેને વાણી અને મન હોય છે. તેથી કરણવીર્ય ત્રણ પ્રકારનું હોય છે ઃ શારીરિક, વાચિક અને માનસિક. (૧૫)
૧. તત્ ઇતિ કરણવીર્યમ્
સંબોધિ – ૨૧૯
For Private & Personal Use Only
www.jainelibrary.org