________________
મહાપ્રજ્ઞ સ્વયં સંબુદ્ધ છે. તેમણે સંબોધિને સ્વયં જીવી છે અને આજે પણ જીવી રહ્યા છે. કહેવાય છે કે મહાવીરને જાણવા હોય તો મહાવીર બનીને જાણો. મહાવીર જેવી રીતે ચાલતા હતા તેવી રીતે ચાલો, જેવી રીતે બેસતા હતા તેવી રીતે બેસો, જેવી રીતે બોલતા હતા તેવી રીતે બોલો, જેવી રીતે ખાતા હતા તેવી રીતે ખાઓ, જેવી રીતે સૂતા હતા તેવી રીતે સૂઓ, જેવી રીતે ધ્યાન કરતા હતા તેવી રીતે ધ્યાન કરો- આમ કરવું એ જ મહાવીરને જાણવું છે. આમ કરવું એ જ મહાવીર બનવું છે એ જ ઊર્ધ્વરોહણ છે, ચેતનાનું સાક્ષાત્કરણ છે. મેં યત્કિંચિત પ્રયાસ કર્યો અને મહાવીર બનવાની દિશા સ્પષ્ટ થઈ ગઈ. મહાપ્રજ્ઞે આ રહસ્યોદ્ઘાટન કર્યું.
મેં પણ એ જ સમજ્યું છે. એ જ એકમાત્ર કાર્ય છે આપણા માટે કરણીય. જે આ દિશામાં પ્રસ્થિત છે, હું તેમને શત શત પ્રમામ કરું છું.
‘સંબોધિ’ને વ્યાખ્યાબદ્ધ કરવાનું કઠિન છે, પરંતુ તેને જીવવાનું કઠિનતમ છે. કઠિનતમ ત્યાં સુધી કે જ્યાં સુધી તેને જીવવામાં ન આવે. આપણે તેને જીવવાનું શરૂ કરીએ તો તે સહજ, સરળ બની રહે છે એવો મારો પોતાનો અનુભવ છે.
ન
આ ‘સંબોધિ’ના સંગાન દ્વારા પ્રત્યેક વ્યક્તિના હૃદયની બારી ખૂલશે અને ત્યારે એ આધ્યાત્મિક સંગીતની સરગમ થકી સંબોધિ કલ્પાયિત નહીં, જીવંત બનીને જીવનને અનરાધાર આનંદમાં નિમગ્ન કરી દેશે.
મુનિ દુલહરાજ
સંબોધિ ઃ ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org