________________
ધ્રુવ-પરિણામી વગેરે વંદ્વોમાં ફસાશો નહીં. આ કંદોના ધુમ્મસને વિદીર્ણ કરો. સમગ્ર અંતઃકરણ ઝગમગી ઊઠશે. સ્વયંને જાણો. સ્વયં અનંત છે. જે અનંતને જાણે છે તે અનંત બની જાય છે. સંબોધિ” અનંતના યાત્રાપથનો માર્ગદીપક છે. તેને પેટાવવાનો નથી હોતો, તે પ્રદીપ્ત જ રહે છે. તેને બનાવવામાં નથી આવતો, તે સ્વયંભૂ છે. તે ન નિર્માતા છે કે ન નિર્મિતિ છે. તે ન કર્તા છે કે ન કૃતિ છે. તે ન ભ્રષ્ટા છે કે ન સૃષ્ટિ છે. તે માત્ર છે, તે છે માત્ર અસ્તિ'. મહાપ્રન્સે કહ્યું, આપણે જે પામવા ઈચ્છીએ છીએ તે આપણી પાસે છે. બહારથી આપણે કશું જ લેવાનું નથી. આપણે ખાલી થઈ જવાનું છે. સંબોધિ'નું સંગાન ખાલી થવાનું શીખવે છે, વિજાતીયનો ઉચ્છેદ કરવાનું શીખવે છે. ખાલી થતાં જ સત્તા અનાવૃત્ત થઈ જાય છે. તે અનંત છે, તે અનિર્વચનીય છે. સંબોધિ' સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્વારિત્રનો દિશાબોધ છે. તે ગતિ પણ છે અને ગંતવ્ય પણ છે. તે સાધન પણ છે અને સિદ્ધિ પણ છે. તે પૂર્ણતા પણ છે અને રિતતા પણ છે. સંબોધિ” અપ્રતિબદ્ધ હોય છે. જે અપ્રતિબદ્ધ છે એ જ અનંત છે. . એ શબ્દ અને વાદની પેલે પારની સ્થિતિ છે કે જ્યાં સઘળા શબ્દો નિસાર અને વાદ નિપ્રાણ બની રહે
તે અશબ્દ અને અવાદ છે. તેથી અનંત છે.
સંબોધિ ૨૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org