________________
महावीर
Sou
– રોહિત શાહ
Jain Education International
63
ત્તમ ગ્રંથના અનુવાદ-સંપાદનનું કાર્ય એ સદ્ભાગ્ય છે. એવું સદ્ભાગ્ય આચાર્ય મહાપ્રજ્ઞજીએ મને અનેક વખત બક્ષ્ય છે. ‘સંબોધિ’ મારા એ સદ્ભાગ્યનું શિખર છે.
હિન્દુધર્મ અને જૈન ધર્મ સૈદ્ધાંતિક રીતે તદ્દન ભિન્ન છે, છતાં તે બન્ને ધર્મની કથાઓ વચ્ચે ઘણું સામ્ય જોવા મળે છે. ખાસ કરીને ભગવાન કૃષ્ણ અને તીર્થંકર મહાવીરના જીવનની ઘટનાઓમાં, તીર્થંકર મહાવીરે પોતાના જમણા પગના અંગુઠા વડે મેરૂ પર્વતને ડોલાવ્યો હતો, ભગવાન કૃષ્ણે ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઊંચકયો હતો. તીર્થંકર મહાવીર નિર્ભય-અભય હતા. બાળપણમાં મિત્રો સાથે રમતા હતા ત્યારે એકાએક આવી ચડેલા નાગને તેમણે પકડી લીધો હતો, તથા મહાવિષધર ચંડકૌશિક નાગને ઉગાર્યો હતો. ભગવાન કૃષ્ણે કાલિંદી (યમુના) નદીમાં રહેતા નાગને નાથ્યો હતો. તીર્થંકર મહાવીરે ચંદનબાળાનો ઉદ્ધાર કર્યો હતો. ભગવાન કૃષ્ણે કુબ્જાનો ઉદ્ધાર કર્યો હતો. તીર્થંકર મહાવીરે મુનિ મેઘકુમારની અવઢવ દૂર કરી હતી, ભગવાન કૃષ્ણે અર્જુનની અવઢવ દૂર કરી હતી. આવા અનેક પ્રસંગોમાં સામ્ય જોવા મળે છે.
આમ છતાં મહાવીર સંયમમાર્ગના પુરસ્કર્તા રહ્યા છે, જયારે કૃષ્ણના વ્યક્તિત્વમાં રસિકતા અનુભવાય છે. બન્નેમાં અપ્રમાદ તો કેન્દ્રમાં જ છે. બન્નેનાં માર્ગ અલગ હોવા છતાં, પોતપોતાની રીતે બંને સાચા છે. રસિકતા વગરનો સંયમ અને સંયમ વગરની રસિકતા ઉભય અપૂર્ણ જ ગણાય ને ?
ભગવાન કૃષ્ણે મહાભારતના સંગ્રામ વખતે અર્જુનના પ્રશ્નોના ઉત્તર રૂપે જે બોધ આપ્યો, તે ભગવદ્ ગીતા તરીકે ઓળખાયો. તીર્થંકર મહાવીરે
સંબોધિ . ૨૦
For Frivate & Personal Use Only
www.jainelibrary.org