________________
११. आत्मैव परमात्मास्ति, रागद्वेषविवर्जितः ।
શરીરમુમિપન્ના, પરમાત્મા મસી // આત્મા જ પરમાત્મા છે. આત્મા રાગ-દ્વેષ અને શરીરથી મુક્ત થઈને પરમાત્મા બની જાય છે. (૧૧)
१२. स्थूलदेहस्य मुक्त्याऽसौ, भवान्तरं प्रधावति ।
अन्तरालगतिं कुर्वन्, ऋजु वक्रां यथोचिताम् ।। આત્મા મૃત્યુની ક્ષણે સ્થૂળ શરીરથી મુક્ત થઈને ભવાંતરપુનર્જન્મ માટે પ્રસ્થાન કરે છે. તે સમયે ઉત્પત્તિ-સ્થાન મુજબ તેની ઋજુ અથવા વક્ર અંતરાલ ગતિ થાય છે. (૧૨)
१३. यावत् सूक्ष्मं शरीरं स्यात्, तावन्मुक्तिर्न जायते ।
__ पूर्णसंयमयोगेन, तस्य मुक्तिः प्रजायते ।।। જ્યાં સુધી સૂક્ષ્મ શરીર તેજસ અને સૂક્ષ્મતર શરીર કાર્પણ વિદ્યમાન રહે છે, ત્યાં સુધી આત્મા મુક્ત નથી થતો. આત્માની મુક્તિ પૂર્ણ સંયમ-સર્વસંવરની અવસ્થામાં જ થાય છે, ત્યારે બંને શરીર છૂટી જાય છે. (૧૩)
मेघः प्राह १४. भगवन् ! इन्द्रियग्रामं, चंचलं विद्यते भृशम् ।
संयमः कथमाधेयः, तात्पर्यं तस्य साधय ।। મેઘ બોલ્યો, ભગવન્! ઈન્દ્રિયસમૂહ અત્યંત ચંચળ છે. તેને સંયત શી રીતે કરવો ? આપ મને તેનું તાત્પર્ય સમજાવો. (૧૪)
१५. बाध्यमानो ग्राम्यधर्मः, रूक्षं भुञ्जीत भोजनम् ।
प्रकुर्यादवमौदर्य, ऊर्ध्व स्थानं स्थितो भवेत् ।। ભગવાને કહ્યું, મુનિ ગ્રામ્ય ધર્મ- કામવિચારથી પીડિત થાય ત્યારે તેણે રૂક્ષ ભોજન કરવું, અલ્પ પ્રમાણમાં ખાવું અને કાયોત્સર્ગ કરવો. (૧૫)
१६. नैकत्र निवसेनित्यं, ग्रामं ग्राममनुव्रजेत् । व्युच्छेदं भोजनस्याऽपि, कुर्यात् रागनिवृत्तये ।।
સંબોધિ - ૨૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org