________________
३६. सुखान्यपि च दुःखानि, विपाकः कृतकर्मणाम् ।
किं फलं कस्य चिन्तेति, विपाकविचयो भवेत् ।। સુખ અને દુઃખ કર્મોનાં વિપાક- ફળ છે. કયા કર્મનું કયું ફળ છે એ પ્રકારનું જે એકાગ્ર ચિંતન કરવામાં આવે છે તે વિપાકવિચય છે. ધર્મધ્યાનનો આ ત્રીજો પ્રકાર છે. (૩૬)
રૂ૭. નોક્તત્ત્વ તત્ત્વર્તિભાવનાં માતે તથા |
चिन्तनं क्रियते यत्तत्, संस्थानविचयो भवेत् ।। લોકની આકૃતિ અને તેમાં વિદ્યમાન પ્રત્યેક પદાર્થની આકૃતિ વિષે જે એકાગ્ર ચિંતન કરવામાં આવે છે તે સંસ્થાનવિચય છે. ધર્મધ્યાનનો આ ચોથો પ્રકાર છે. (૩૭)
૨૮. ૩ન્માકો ન મ યુદ્ધ, અવનચિન્તનાત્ |
अपायचिन्तनं कृत्वा, जनो दोषाद् विमुच्यते ।। અહની વાણીના એકાગ્ર ચિંતન થકી બુદ્ધિનો ઉન્માદ અથવા અહંકાર થતો નથી, તે આજ્ઞાવિચયનું ફળ છે. રાગ અને દ્વેષના પરિણામનું એકાગ્ર ચિંતન કરવાથી માણસ દોષમુક્ત બને છે, તે અપાયવિજયનું ફળ છે. (૩૮)
રૂ. નામે ન રતિં યાતિ, વિપાલં પરિન્તયનું !
वैविध्यं जगतो दृष्ट्वा, नासक्तिं भजते पुमान् ।। કર્મવિપાકનું એકાગ્ર ચિંતન કરનાર મનુષ્ય અશુભ કાર્યમાં રતિ-આનંદનો અનુભવ નથી કરતો. આ વિપાકવિચયનું ફળ છે. જગતની વિચિત્રતાને જોઈને માણસ સંસારમાં આસક્ત નથી બનતો, તે સંસ્થાનવિચયનું ફળ છે. (૩૯)
४०. विशुद्धं जायते चित्तं, लेश्ययापि विशुद्ध्यते ।
- अतीन्द्रियं भवेत् सौख्यं, धर्म्यध्यानेन देहिनाम् ।। ધર્મધ્યાન દ્વારા પ્રાણીઓનું ચિત્ત શુદ્ધ બને છે, વેશ્યા વિશુદ્ધ બને છે અને અતીન્દ્રિય-આત્મિક સુખની ઉપલબ્ધિ થાય છે. (૪૦)
સંબોધિ ૨, ૧૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org