________________
૩૬.
आचार्यशैक्षरुग्णानां, संघस्य च गणस्य च । आसेवनं यथास्थाम, वैयावृत्त्यमुदाहृतम् ।।
–
આચાર્ય, શૈક્ષ – નવદીક્ષિત, રોગી, ગણ અને સંઘની યથાશક્તિ સેવા કરવી એ વૈયાવૃત્ત્વ છે. (૩૧)
૨૨. वाचना पृच्छना चैव, तथैव परिवर्तना । अनुप्रेक्षा धर्मकथा, स्वाध्यायः पञ्चधा भवेत् ।।
સ્વાધ્યાય પાંચ પ્રકારના હોય છે૧. વાચના-વાંચવું
૨. પૃચ્છના-પ્રશ્ન પૂછવો.
૩. પરિવર્તના-કંઠસ્થ કરેલા જ્ઞાનની પુનરાવૃત્તિ કરવી. ૪. અનુપ્રેક્ષા-અર્થચિંતન કરવું.
૫. ધર્મકથા-પ્રવચન કરવું. (૩૨)
Jain Education International
३३. एकाग्रचिन्तनं योगनिरोधो ध्यानमुच्यते । धर्म्यं चतुर्विधं तत्र, शुक्लं चापि चतुर्विधम् ।।
એકાગ્ર ચિંતન તથા મન, વચન અને કાયાના નિરોધને ધ્યાન કહે છે. ધર્મધ્યાનના ચાર પ્રકાર છે અને શુક્લધ્યાનના પણ ચાર પ્રકાર છે. (૩૩)
૨૪.
अर्हता देशितां दृष्टि, आलम्ब्य क्रियते यदा । पदार्थचिन्तनं यत्तत्, आज्ञाविचय उच्यते ।।
અર્હત્ દ્વારા ઉપદિષ્ટ દ્રષ્ટિ-અતીન્દ્રિય વિષયોને આલંબન બનાવીને જે પદાર્થનું એકાગ્ર ચિંતન કરવામાં આવે છે, તે આજ્ઞાવિચય છે. ધર્મધ્યાનનો આ પ્રથમ પ્રકાર છે. (૩૪)
રૂ. સર્વેષામપિ પુ:નાનાં, રાદેપી નિવધનમ્ । ईदृशं चिन्तनं यत्तत्, अपायविचयो भवेत् ।।
રાગ અને દ્વેષ તમામ દુઃખોનાં કારણ છે- એ પ્રકારનું જે એકાગ્ર ચિંતન કરવામાં આવે છે, તે અપાયવિચય છે, ધર્મધ્યાનનો આ બીજો પ્રકાર છે. (૩૫)
સંબોધિ
૧૮૭
For Private & Personal Use Only
www.jainelibrary.org