________________
દેહ ન તો અધર્મનું મૂળ છે અને ન તો ધર્મનું મૂળ છે. યોજક દ્વારા જે પ્રકારની યોજના કરવામાં આવે છે, એ જ રીતે તે ધર્મ કે અધર્મનું મૂળ બની જાય છે. (૧૯)
૨૦.
नास्य शक्तिः परिस्फीता', विकारोद्दीपनं सृजेत् । तेनाऽसौ कृशतां नेयः, यावदुत्सहते मनः ।।
વધેલી શારીરિક શક્તિ વિકારોનું ઉદ્દીપન ન કરે, જ્યાં સુધી મનનો ઉત્સાહ વધતો રહે- તે અમંગળનું ચિંતન ન કરે, ત્યાં સુધી શરીરને તપ દ્વારા કૃશ કરવું જોઈએ. (૨૦)
२१. नात्मासौ शक्तिहीनानां, गम्यो भवति सर्वदा । योगक्षेमौ हि तेनास्य, कार्यावपि 'મુમુક્ષુના ||
શક્તિહીન મનુષ્યો માટે આત્મા ગમ્ય નથી હોતો, એ શાશ્વત સિદ્ધાંત છે. તેથી મુમુક્ષુ વ્યક્તિઓ માટે શરીરનું યોગક્ષેમ પણ કરણીય હોય છે. (૨૧)
૨૨:
न केवलमसौ देहः, कृशीकार्यो विवेकिना । न च बृंहणीयोस्ति, मतं संतुलनं मम ।।
મારો એવો અભિમત છે કે વિવેકી વ્યક્તિએ ન તો દેહને વધુ પડતો કૃશ કરવો કે ન તો વધુ પડતો સ્થૂળ થવા દેવો. દેહનું સંતુલન જ સૌથી સારી વાત છે. (૨૨)
Jain Education International
૨૨. ફન્દ્રિયાળિ પ્રશાન્તાનિ, વિદ્ધેયુર્યથા ચથા । तथा तथा प्रवृत्तीनां, दैहीनां संयमो मतः ।।
ઉપશાંત ઈન્દ્રિયો જેમ જેમ પ્રવૃત્ત થાય છે, તેમ તેમ જ મનુષ્યની દેહી-શારીરિક પ્રવૃત્તિઓ સંયત થતી જાય છે. (૨૩)
૨૪. વોષનિર્દયેટા, उपवासाद्युपक्रमाः । प्राणसंधारणायासौ, आहारो मम सम्मतः ।।
દોષોને બહાર કાઢવા માટે ઉપવાસ વગેરે ઉપક્રમ જાણીતા છે. પ્રાણને ધારણ કરવા માટે આહાર પણ મને સ્વીકાર્ય છે. (૨૪)
૧. પરિસ્જિતા – વૃદ્ધિગતા
સંબોધિ ૬ ૧૮૫
For Private & Personal Use Only
www.jainelibrary.org