________________
१०. चतुर्विधस्याहारस्य, त्यागोऽनशनमुच्यते ।
आहारस्याल्पतामाहुः, अवमौदर्यमुत्तमम् ।। અનાજ, પાણી, ખાદ્ય મેવા વગેરે, ખાદ્ય લવિંગ વગેરે આ ચાર પ્રકારના આહારના ત્યાગને અનશન કહે છે. આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર તથા કષાયની અલ્પતા કરવી તેને અવમૌદર્ય-ઊણોદરી કહે છે. (૧૦)
११. अभिग्रहो हि वृत्तीना, वृत्तिसंक्षेप इष्यते ।
भवेद् रसपरित्यागो, रसादीनां विवर्जनम् ।। વૃત્તિ-આજીવિકાના અભિગ્રહ- પ્રતિજ્ઞાને વૃત્તિ સંક્ષેપ કહે છે. ઘી, તેલ, દૂધ, દહીં, ખાંડ અને મીઠાઈ-આ વિકૃતિઓનો ત્યાગ કરવો તેને રસપરિત્યાગ કહે છે. (૧૧)
१२. कायक्लेशः कायसिद्धिः वीरपद्मासनान्यपि ।
___ कायोत्सर्गश्च पर्यंक, गोदोहोत्कटिकादयः ।। કાય ક્લેશનો અર્થ છે કાયસિદ્ધિ-કાયાની સાધના. કાયસિદ્ધિ માટે વીરાસન, પદ્માસન, કાયોત્સર્ગ, પર્યકાસન, ગોદોહિત્રાસન, ઉત્કટિકાસન વગેરેનો પ્રયોગ કરવામાં આવે છે. (૧૨)
मेघः प्राह
१३. सर्वदर्शिन् ! त्वया धर्मः, घोरोऽसौ प्रतिपादितः ।
दुःखविच्छित्तये सोऽयं, तत्र दुःखं किमिष्यते ? મેઘ બોલ્યો, હે સર્વદર્શિત્ ! આપે ઘોરકર્મનું પ્રતિપાદન કર્યું છે. ધર્મ દુઃખનો નાશ કરે છે તો પછી તે ધર્મમાં દુઃખને વળી શાનું સ્થાન હોય? (૧૩)
भगवान् प्राह १४. वत्स ! न ज्ञातवान् मर्म, मम धर्मस्य किञ्चन ।
अमर्मवेदिनो लोकाः, सत्यं घ्नन्ति सनातनम् ।।
સંબોધિ ૧૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org