________________
આ ગ્રંથનો અનુવાદ સહજ, સરળ અને સંક્ષિપ્ત છે. ભગવાનની દષ્ટિકોણ અત્યંત સહજ છે, પરંતુ જે જેટલું સહજ હોય છે તે એટલું જ ગહન બની રહે છે. આ ઊંડાણ તેનું સહજ રૂપ છે, તરનારને ભલે તે અસહજ લાગે. ઊંડાણ માપવા માટે વિશદ્ વ્યાખ્યાની અપેક્ષા છે. હું સરળ સંસ્કૃત લખવાનો અભ્યાસી નથી, પરંતુ તેને ભાષા-સારલ્ય ઉપર ગણાધિપતિએ મને સાશ્ચર્ય આશીર્વાદ આપ્યા, તેને હું મારા જીવનની સફળતાનો પ્રકાશસ્તંભ સમજું છું. તેના આઠ અધ્યાય મેં આચાર્ય શ્રી તુલસી (વર્તમાનમાં સ્વ. ગણાધિપતિ)ની મુંબઈ યાત્રા (ઈ.સ.૧૯૫૩-૫૪) દરમ્યાન લખ્યા હતા અને બાકીના આઠ અધ્યાય કલકત્તા યાત્રા દરમ્યાન (ઈ.સ.૧૯૫૯-૬૦) લખ્યા હતા. આમ બે ભવ્ય યાત્રાઓના આલોકમાં તેની રચના થઈ છે.
આ ગ્રંથમાં મેં એકાદ બે વખત સંશોધન પરિવર્ધન કર્યું છે. ગત વર્ષે ગણાધિપતિ શ્રી તુલસીની નિશ્રામાં અનેક વિજ્ઞ સંતોની સામૂહિક પરિષદમાં આ ગ્રંથનું પારાયણ થયું અને ત્યારે અત્ર-તત્ર નવા નિર્મિત ૮૩ શ્લોકો તેમાં ઉમેર્યા વર્તમાનમાં આ ગ્રંથ પોતાના ૭૮૬ શ્લોકોમાં સમગ્ર જૈન દર્શનને સમાવી રહ્યો છે.
ભગવાનની વાણીમાંથી મેં જે મેળવ્યું, તેને ભગવાનની ભાવનામાં જ પ્રસ્તુત કરીને હું મને સૌભાગ્યશાળી સમજું છું.
–––––––ા આચાર્ય મહાપ્રજ્ઞ સંબોધિ - ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org