________________
-
-
પરંપરાના આધુનિકકાળમાં તત્ત્વજ્ઞાનના અધ્યયન તરફ જેટલું ધ્યાન છે, એટલું જીવનદર્શન તરફ નથી. તેનું પરિણામ જેટલું મળવું જોઈએ એટલું ઇષ્ટ નથી મળતું જીવનના શુદ્ધીકરણ માટે આગ્રહ નથી હોતો, એવા સંજોગોમાં તત્વજ્ઞાનનો આગ્રહ ક્યારેક દુરાગ્રહનું રૂપ ધારણ કરી લે છે. અનાગ્રહ સ્યાદ્વાદનો મૂળ મંત્ર છે, પરંતુ જીવનના શુદ્ધીકરણ વગર તેનો વિકાસ થતો નથી. જેટલા વિકાર છે તે તમામ મોહની પરિણતિ છે. દષ્ટિમોહથી દર્શન વિકૃત બને છે અને ચારિત્રમોહથી આચાર વિકૃત બને છે. દષ્ટિનો વિકાર ટકી રહે એવા સંજોગોમાં તત્ત્વજ્ઞાન આવે તોય શું અને ન આવે તોય શું? તેથી ભગવાને કહ્યું, ‘દષ્ટિ સમ્યક હોય (મોહ ક્ષીણ હોય) તો જ્ઞાન સમ્યફ હોય છે, દષ્ટિ સમ્યફ ન હોય (મોહ ક્ષીણ ન હોય) તો જ્ઞાન પણ સમ્યક્ નથી હોતું. સારાંશ એ છે કે જ્ઞાનના આલોકમાં દષ્ટિ સમ્યફ નથી હોતી, દષ્ટિના આલોકમાં જ્ઞાન સમ્યક્ હોય છે.”
સંક્ષેપમાં આ ગ્રંથનું પ્રતિપાદન આટલું જ છે. વિસ્તાર દષ્ટિએ તેના ૧૬ અધ્યાય છે અને ૭૮૬ શ્લોક છે. આચારાંગ, સૂત્રપ્તાંગ, સ્થાનાંગ, ભગવતી, જ્ઞાતાધર્મ કથા, ઉપાસક દશા, પ્રશ્ન વ્યાકરણ, દશાશ્રુત સ્કંધ વગેરે આગમોમાંથી સાર સંગ્રહિત કરીને મેં તેનું પ્રણયન કર છે. ગીતાદર્શનમાં ઈશ્વરાર્પણનો જે મહિમા છે, એ જ મહિમા જૈન દર્શનમાં આત્માર્પણનો છે. જૈન દષ્ટિ મુજબ આત્મા જ પરમાત્મા કે ઈશ્વર છે. તમામ આત્મવાદી દર્શનોમાં ધ્યેયની સમાનતા છે. મોક્ષ કે પરમાત્મ પદમાં ચરણ પરિણતિ આત્મવાદનું ચરમ લક્ષ્ય છે. સાધનોના વિસ્તારમાં જૈન દર્શન સમતાને સર્વોપરિ સ્થાન આપે છે. સંયમ, અહિંસા, સત્ય વગેરે તેના જ અંગ-ઉપાંગ છે.
“ગીતા”નો અર્જુન કુરુક્ષેત્રના સમરાંગણમાં ગ્લાનિ અનુભવે છે, તો “સંબોધિ'નો મેઘકુમાર સાધનાની સમરભૂમિમાં ગ્લાનિ અનુભવે છે. “ગીતા'ના ગાયક યોગીરાજ શ્રીકૃષગ છે અને સંબોધિના ગાયક ભગવાન મહાવીર છે.
અર્જુનનું પૌરુષ કૃષ્ણનો ઉપદેશ સાંભળીને જાગી ઊર્યું તો મહાવીરની વાણી સાંભળીને મેઘકુમારનો આત્મા ચૈતન્યથી ઝળહળી ઊઠડ્યો. દીવાથી દીવો પ્રગટ છે. એકનો પ્રકાશ બીજાને પ્રકાશિત કરે છે. મેઘ જે પ્રકાશ પામ્યો, એ જ પ્રકાશ અહીં વ્યાપક સ્વરૂપે છે. ક્યારેક-ક્યારેક જ્યોતિનો એક કણ પણ જીવનને જ્યોતિર્મય બનાવી દે છે.
સંબોધિ - ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org