________________
૬૨.
अकामं नाम बालानां, मरणं जायते मुहुः I पण्डितानां सकामं तु, अल्पादल्पं सकृद् भवेत् ।।
બાળ-અસંયમી જીવોને વારંવાર અકામમરણ થાય છે. પંડિતસંયમી જીવોને સકામમરણ થાય છે અને તે વધુ વખત નથી થતુંઓછામાં ઓછું એક વખત અને વધુમાં વધુ પંદર વખત થાય છે, પછી તે મુક્ત થઈ જાય છે. (૧૯)
૨૦.
पतित्वा पर्वताद् वृक्षात्, प्रविश्य ज्वलने जले । म्रियते मूढचेतोभिः, अप्रशस्तमिदं भवेत् ।।
મૂઢ ચેતનાવાળા લોકો પર્વત કે વૃક્ષથી નીચે પડીને, અગ્નિ કે જળમાં પ્રવેશ કરીને મૃત્યુ પામે છે, તે અપ્રશસ્તમરણ-અકામમરણ કહેવાય છે. (૨૦)
૨૬.
Jain Education International
ब्रह्मचर्यस्य रक्षायै, कुर्यात् प्राणविसर्जनम् । प्रशस्तं मरणं प्राहुः, रागद्वेषाऽप्रवर्तनात् ।।
બ્રહ્મચર્યના રક્ષણ માટે પ્રાણનું વિસર્જન કરવું તે પ્રશસ્તમરણસકામમરણ કહેવાય છે, કારણ કે ત્યાં રાષ્લેષની પ્રવૃત્તિ હોતી નથી. (૨૧)
૨૨. यस्य किञ्चिद् व्रतं नास्ति, स जनो बाल उच्यते । व्रताव्रतं भवेद्यस्य, स प्रोक्तो बालपण्डितः ।।
જેનામાં કોઈપણ વ્રત નથી હોતું, તે માણસ ‘બાળ’ કહેવાય છે. જેને વ્રત-અવ્રત બંને હોય છે, પૂર્ણ વ્રત પણ નથી હોતું અને પૂર્ણ અવ્રત પણ નથી હોતું, તે ‘બાલપંડિત' કહેવાય છે. (૨૨)
૨૨.
पण्डितः स भवेत् प्राज्ञो, यस्य सर्वव्रतं भवेत् । सुप्तः सुप्तश्च जाग्रच्च, जाग्रदुक्तिविधानतः ।।
જેને પૂર્ણ વ્રત હોય છે તે પ્રાજ્ઞપુરુષ ‘પંડિત’ કહેવાય છે. પૂર્વોક્ત રીતિ મુજબ પુરુષોના ત્રણ પ્રકાર હોય છે ઃ (૧) સુપ્ત, (૨) સુમ-જાગૃત, (૩) જાગૃત.
સંબોધિ
૧૫૭
For Private & Personal Use Only
www.jainelibrary.org