________________
એ જ રીતે જે સાધકે આસવનો નિરોધ કરી લીધો હોય તે આ જીવાકુલ લોકમાં રહેવા છતાં, ભલે ચાલે કે ઊભો રહે, પાપ-મળને ગ્રહણ કરતો નથી. (૪)
मेघः प्राह
".
મેઘ બોલ્યો, પ્રભુ ! પહેલાં કે પછી ગમે ત્યારે એક દિવસ આ શરીરને છોડવાનું જ હોય તો સાધકે શા માટે ખાવું જોઈએ તે મને જણાવો. (૫)
त्यक्तव्यो नाम देहोऽयं, पुरा पश्चाद् यदा कदा । तत् किमर्थं हि भुञ्जीत, साधको ब्रूहि मे प्रभो !
भगवान् प्राह
૬.
Jain Education International
ભગવાને કહ્યું, સાધકે ઊર્ધ્વલક્ષી બનીને ક્યારેય બાહ્ય વિષયોની આકાંક્ષા ન કરવી જોઈએ. માત્ર પૂર્વકર્મોના ક્ષય માટે જ આ શરીરને ધારણ કરવું જોઈએ. (૬)
૭.
बहिस्तात् ऊर्ध्वमादाय, नावकांक्षेत् कदाचन । पूर्वकर्मविनाशार्थं, इमं देहं समुद्धरेत् ।।
૮.
ભોજન વગર શરીર ટકતું નથી અને શરીર વગર ધર્મ થતો નથી, તેથી શરીરનો નિર્વાહ કરવા માટે સાધક ભોજન કરે તે ઇષ્ટ છે. (૭)
विनाहारं न देहोऽसौ, न धर्मो देहमन्तरा । निर्वाहं तेन देहस्य, कर्तुमाहार इष्यते ।।
व्रज्याक्षुत्शान्तिसेवा यै, प्राणसन्धारणाय च । संयमाय तथा धर्मचिन्तायै मुनिराहरेत् ।।
મુનિ
જ્યા-ગમનશક્તિ, ક્ષુધાશાંતિ, સંયમીસેવા, પ્રાણધારણ, સંયમયાત્રા તથા ધર્મચિંતન કરી શકે તેવી શક્તિ ટકાવી રાખવા માટે ભોજન કરે છે. (૮)
સંબોધિ તા. ૧૫૪
For Private & Personal Use Only
www.jainelibrary.org