________________
વાળી શકીએ છીએ, પરંતુ તેના કર્તુત્વને ઈષ્ટ દિશા તરફ વાળી શકતા નથી કે જેનો આપણી સાથે સીધો સંબંધ ન હોય. તેથી જીવનના નિર્માણ અને વિકાસમાં આત્મકર્તુત્વના સિદ્ધાંતનો બહુ મોટો યોગ છે. “સંબોધિ’માં આદિથી અંત સુધી એનું જ વ્યાવહારિક સંકલન છે.
તેનો રચનાક્રમ શ્રીમદ્ ભગવદ્ ગીતા જેવો છે. યોગીરાજ કૃષ્ણની જેમ તેના ઉપદેશક તીર્થકર ભગવાન મહાવીર છે. “સંબોધિ’નો અર્જુન ભંભાસાર શ્રેણિકનો પુત્ર મુનિ મેઘકુમાર છે. તેની સંવાદાત્મક શૈલી શિક્ષિત અને અલ્પશિક્ષિત સૌ કોઈ માટે સમાન ઉપયોગી બની રહેશે.
સંબોધિ શબ્દ સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યગ્યારિત્રને પોતાની અંદર સમાવીને રહેલો છે. સમ્યગ્દર્શન વગર જ્ઞાન અજ્ઞાન બની રહે છે અને ચારિત્રના અભાવે જ્ઞાન તથા દર્શન નિષ્ક્રિય બની રહે છે. આત્મદર્શન માટે આ ત્રણેનું સમાન તેમજ અપરિહાર્ય મહત્ત્વ છે. આ દૃષ્ટિને ધ્યાનમાં રાખીને તેનું નામ સંબોધિ' રાખવામાં આવ્યું છે.
લેખકે પોતાની પ્રતિપાદન-પદ્ધતિમાં સમય અનુસાર કેટલું પરિવર્તન કરી લીધું છે, એનો ખ્યાલ તેમના અગાઉના અને વર્તમાન સાહિત્યને જોવાથી જ આવી જાય છે. ‘સંબોધિ’નાં પદ જયાં સરળ અને રોચક બની ગયાં છે, ત્યાં એટલી જ સફળતાપૂર્વક તેઓ ઊંડાણમાં ગયા છે. તેમની સરળતા અને મૌલિકતાનું એક કારણ એ પણ છે કે તેઓ ભગવાન મહાવીરની મૂળભૂત વાણી ઉપર આધારિત છે. ઘણાં બધાં પા તો અનુદિત છે પરંતુ તેમનું સંયોજન સર્વથા નવીન શૈલી ધરાવે છે. આશા છે કે અધ્યાત્મજિજ્ઞાસુ વ્યક્તિઓને આ ગ્રંથ ઉત્તમ આહાર પૂરો પાડશે.
મને ગૌરવ છે કે મારા સાધુસમુદાયે મૌલિક સાહિત્યસર્જનની દિશામાં પ્રગતિ કરી છે અને કરી રહ્યો છે. હું ઇચ્છું છું કે લેખક પોતાનાં સાધના, ચિંતન અને અભિવ્યક્તિમાં ઉત્તરોત્તર સફળ નીવડે. -------------- ગણાધિપતિ તુલસી.
સંબોધિ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org